________________
જ્યોતિષ
૧૮૭
પંચાંગપત્રવિચાર :
પંચાંગપત્રવિચાર' નામક ગ્રંથની કોઈ જૈન મુનિએ રચના કરી છે. આમાં પંચાંગનો વિષય વિશદ રીતે નિર્દિષ્ટ છે. ગ્રંથની રચના-સમય જ્ઞાત નથી. ગ્રંથ પ્રકાશિત પણ નથી થયો. બલિરામાનન્દસારસંગ્રહ
ઉપાધ્યાય ભુવનકીર્તિના શિષ્ય પં. લાભોદય મુનિએ “બલિરામાનન્દસારસંગ્રહ નામક જ્યોતિષ-ગ્રંથની રચના કરી છે. આનો સમય નિશ્ચિત નથી. તેમના ગુરુ ઉપાધ્યાય ભુવનકીર્તિ સારા કવિ હતા. તેમના વિ.સં.૧૯૬૭થી ૧૭૬૦ સુધીના કેટલાય રાસ ઉપલબ્ધ છે. આથી પં. લાભોદય મુનિનો સમય આની જ આસપાસ હોઈ શકે છે.
આ ગ્રંથમાં સામાન્ય મુહૂર્ત, મુહૂર્વાધિકાર, નાડીચક્ર, નાસિકાવિચાર, શકુનવિચાર, સ્વપ્રાધ્યાય, અંગોપાંગફુરણ, સામુદ્રિક સંક્ષેપ, લગ્નનિર્ણયવિધિ, નર-સ્ત્રી-જન્મપત્રીનિર્ણય, યોગોત્પત્તિ, માસાદિવિચાર, વર્ષશુભાશુભ ફળ વગેરે વિષયોનું વિવરણ છે. આ એક સંગ્રહગ્રંથ' જણાય છે. ગણસારણી :
ગણસારણી' નામક જ્યોતિષ-વિષયક ગ્રંથની રચના પાર્શ્વચન્દ્રગથ્વીય જગચ્ચન્દ્રના શિષ્ય લક્ષ્મીચન્દ્ર વિ.સં.૧૭૬૦માં કરી છે.
આ ગ્રંથમાં તિથિદ્ધવાંક, અંતરાંકી, તિથિકેન્દ્રચક્ર, નક્ષબ્રુવાંક, નક્ષત્રચક્ર, યોગકેન્દ્રચક્ર, તિથિસારણી, તિથિગણખેમા, તિથિ-કેન્દ્રઘટી અંશફલ, નક્ષત્રફલસારણી, નક્ષત્રકેન્દ્રફલ, યોગગણકોઇક વગેરે વિષયો છે.
આ ગ્રંથ અપ્રકાશિત છે.
૧. આની અપૂર્ણ પ્રતલા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં છે. પ્રતિ-લેખન
૧૯મી સદીનું છે. ૨. તકિયા પડા: શ્રીનવન્દ્રા સુકીર્તયા शिष्येण लक्ष्मीचन्द्रेण कृतेयं सारणी शुभा। संवत् खर्वश्वेन्दु (१७६०) मिते बहुले पूर्णिमातिथौ । कृता परोपकृत्यर्थं शोधनीया च धीधनैः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org