________________
૨૧૭
સામુદ્રિક
દ્વિતીય અધિકારમાં ૯૯ શ્લોકોમાં ક્ષેત્રોની સંપતિ, સાર વગેરે આઠ પ્રકાર અને પુરુષનાં ૩૨ લક્ષણ નિરૂપિત છે.
તૃતીય અધિકારમાં ૪૬ શ્લોકોમાં આવર્ત, ગતિ, છાયા, સ્વર વગેરે વિષયોની ચર્ચા છે.
ચતુર્થ અધિકારમાં ૧૪૯ શ્લોકોમાં સ્ત્રીઓના વ્યંજન, સ્ત્રીઓની દેવ વગેરે બાર પ્રકૃતિઓ, પદ્મિની વગેરેનાં લક્ષણ વગેરે વિષય છે.
અંતમાં ૧૦ પદ્યોની પ્રશસ્તિ છે જે કવિ જગદેવે રચી છે. આ ગ્રંથ પ્રકાશિત થયો નથી. સામુદ્રિકશાસ્ત્રઃ
અજ્ઞાતકર્તક “સામુદ્રિકશાસ્ત્ર' નામક કૃતિમાં ત્રણ અધ્યાય છે જેમાં ક્રમશઃ ૨૪, ૧૨૭ અને ૧૨૧ પદ્યો છે. પ્રારંભમાં આદિનાથ તીર્થકરને નમસ્કાર કરી ૩ર લક્ષણો તથા નેત્ર વગેરેનું વર્ણન કરતાં હસ્તરેખા વગેરે વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો
છે.
દ્વિતીય અધ્યાયમાં શરીરના અવયવોનું વર્ણન છે. ત્રીજા અધ્યાયમાં સ્ત્રીઓનાં લક્ષણ, કન્યા કેવી પસંદ કરવી જોઈએ તથા પદ્મિની વગેરે પ્રકાર વર્ણિત છે.
૧૩મી શતાબ્દીમાં વાયડગચ્છીય જિનદત્તસૂરિરચિત “વિવેકવિલાસ'ના કેટલાય શ્લોકો સાથે આ રચનાના પદ્યો સામ્ય ધરાવે છે. આ ગ્રંથ પ્રકાશિત નથી થયો. હસ્તસંજીવન (સિદ્ધજ્ઞાન):
હસ્તસંજીવન' અપરનામ “સિદ્ધજ્ઞાન' ગ્રંથના કર્તા ઉપાધ્યાય મેઘવિજયગણિ છે. તેમણે વિ.સં.૧૭૩પમાં પ૧૯ પદ્યોમાં સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી છે. અષ્ટાંગ નિમિત્ત ઘટાવવાના ઉદ્દેશ્યથી સમસ્ત ગ્રંથને ૧. દર્શન,૨. સ્પર્શન, ૩. રેખાવિમર્શન અને ૪. વિશેષ – આ ચાર અધિકારોમાં વિભક્ત કરવામાં આવ્યો છે. અધિકારોના પદ્યોની સંખ્યા ક્રમશઃ ૧૭૭, ૫૪, ૨૪૧ અને ૪૭ છે.
પ્રારંભમાં શંખેશ્વર પાર્શ્વનાથ વગેરેને નમસ્કાર કરી હસ્તની પ્રશંસા હસ્તજ્ઞાનદર્શન, સ્પર્શન અને રેખાવિમર્શન– આ ત્રણ પ્રકારોમાં બતાવી છે. હાથની રેખાઓનો બ્રહ્મા દ્વારા બનાવેલી અક્ષય જન્મપત્રી રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાથમાં ૩તીર્થ અને ૨૪ તીર્થકર છે. પાંચે આંગળીઓનાં નામ, ગુરુને હાથ બતાવવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org