________________
પંદરમું પ્રકરણ
૨મલ
પાસા પર બિંદુના આકારના કેટલાક ચિહ્નો કરેલા હોય છે. પાસા ફેંકવામાં આવે ત્યારે ચિત્રોની જે સ્થિતિ હોય છે તે અનુસાર દરેક પ્રશ્નનો ઉત્તર બતાવવાની એક વિદ્યા છે. તેને પાશકવિદ્યા કે રમલશાસ્ત્ર કહે છે.
“રમલ' શબ્દ અરબી ભાષાનો છે અને આ સમયે સંસ્કૃતમાં જે ગ્રંથ આ વિષયના પ્રાપ્ત થાય છે તેમાં અરબીના જ પારિભાષિક શબ્દો વપરાયેલ મળે છે. આનાથી એ સ્પષ્ટ છે કે આ વિદ્યા આરબ મુસલમાનો પાસેથી આવી છે. અરબી ગ્રંથોના આધારે સંસ્કૃતમાં કેટલાક ગ્રંથ બન્યા છે, જેમના વિષયમાં અહીં કેટલીક જાણકારી પ્રસ્તુત કરવામાં આવી રહી છે. રમલશાસ્ત્ર:
રમલશાસ્ત્રની રચના ઉપાધ્યાય મેઘવિજયજીએ વિ.સં.૧૭૩પમાં કરી છે. તેમણે પોતાના “મેઘમહોદય' ગ્રંથમાં આનો ઉલ્લેખ કર્યો છે. પોતાના શિષ્ય મુનિ મેરવિજયજી માટે ઉપાધ્યાયજીએ આ કૃતિનું નિર્માણ કર્યું હતું.
આ ગ્રંથ પ્રકાશિત નથી થયો. રમલવિદ્યાઃ
રમલવિદ્યા' નામક ગ્રંથની રચના મુનિ ભોજસાગરે ૧૮મી શતાબ્દીમાં કરી છે. આ ગ્રંથમાં કર્તાએ નિર્દેશ કર્યો છે કે આચાર્ય કાલકસૂરિ આ વિદ્યા યવનદેશથી ભારતમાં લાવ્યા. આ ગ્રંથ અપ્રકાશિત છે.
મુનિ વિજયદેવે પણ “રમલવિદ્યા સંબંધી એક ગ્રંથની રચના કરી હતી, એવો ઉલ્લેખ મળે છે. પાશકકેવલીઃ
પાશકકેવલી' નામક ગ્રંથની રચના ગર્ગાચાર્યે કરી છે. તેનો ઉલ્લેખ આ મુજબ મળે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org