________________
સત્તરમું પ્રકરણ
આય
આયનાણતિલય (આયજ્ઞાનતિલક):
આયનાણતિલય' પ્રશ્ન-પ્રણાલીનો ગ્રંથ છે. ભટ્ટ વોરિએ આ કૃતિને ૨૫ પ્રકરણોમાં વિભાજિત કરી કુલ ૭૫૦ પ્રાકૃત ગાથાઓમાં રચી છે.
ભટ્ટ વોરિ દિગંબર જૈનાચાર્ય દામનંદિના શિષ્ય હતા. મલ્લિષેણસૂરિએ, જે સન્ ૧૦૪૩માં વિદ્યમાન હતા, “આયજ્ઞાનતિલક'નો ઉલ્લેખ કર્યો છે. આનાથી ભટ્ટ વોસરિ તેમની પહેલાં થયા તે નિશ્ચિત છે.
ભાષા દષ્ટિએ આ ગ્રંથ ઈ. ૧૦મી શતાબ્દીમાં રચિત હોવાનું જણાય છે. પ્રશ્નશાસ્ત્રની દૃષ્ટિએ આ કૃતિ અતિ મહત્ત્વપૂર્ણ છે. આમાં જ, ધૂમ, સિંહ, ગજ, ખર, સ્વાન, વૃષ અને ધ્વાંશ – આ આઠ આયો દ્વારા પ્રશ્નફલોનું રહસ્યાત્મક તથા સુંદર વર્ણન કર્યું છે. ગ્રંથના અંતે આ પ્રમાણે ઉલ્લેખ છે : રૂતિ દિવાસ્વરવાર્યપધ્વતિરામન્દિશિષ્યમટ્ટવોરિવિવિતે...I
આ ગ્રંથ અપ્રકાશિત છે.'
આયજ્ઞાનતિલક પર ભટ્ટ વોરિએ ૧૨૦૦ શ્લોક-પ્રમાણ સ્વોપજ્ઞ ટીકા લખી છે, જે આ વિષયમાં તેમના વિશદ જ્ઞાનનો પરિચય આપે છે. આયસભાવ:
“આયસભાવ' નામક સંસ્કૃત ગ્રંથની રચના દિગમ્બરાચાર્યજિનસેનસૂરિના શિષ્ય આચાર્ય મલ્લિષેણે કરી છે. ગ્રંથકાર સંસ્કૃત, પ્રાકૃત ભાષાના ઉભટ વિદ્વાન હતા. તેઓ ધારવાડ જિલ્લા અંતર્ગત ગદગ તાલુકાના નિવાસી હતા. તેમનો સમય સન્ ૧૦૪૩ (વિ.સં.૧૧૦૦) માનવામાં આવે છે. - કર્તાએ પ્રારંભમાં જ સુગ્રીવ વગેરે મુનિઓ દ્વારા “આયસભાવની રચના કરવાનો ઉલ્લેખ આ મુજબ કર્યો છે: ૧. આની વિ.સં.૧૪૪૧માં લખવામાં આવેલી હસ્તલિખિત પ્રત મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org