________________
૨૧૮
લાક્ષણિક સાહિત્ય
વિધિ અને પ્રસંગવશ ગુરુનાં લક્ષણ વગેરે બતાવવામાં આવ્યા છે. ત્યાર પછી તિથિ, વારના ૧૭ ચક્રોની જાણકારી અને હાથના વર્ણ વગેરેનું વર્ણન છે.
બીજા સ્પર્શન અધિકારમાં હાથમાં આઠ નિમિત્ત કયા પ્રકારે ઘટી શકે છે, તે બતાવવામાં આવ્યું છે. તેનાથી શુકન, શુકનશલાકા, પાશકકેવલી વગેરેનો વિચાર કરવામાં આવે છે. ચૂડામણિ શાસ્ત્રનો પણ અહીં ઉલ્લેખ છે.
ત્રીજા અધિકારમાં ભિન્ન-ભિન્ન રેખાઓનું વર્ણન છે. આયુષ્ય, સંતાન, સ્ત્રી, ભાગ્યોદય, જીવનની મુખ્ય ઘટનાઓ અને સાંસારિક સુખો વિશે ગવેષણાપૂર્વક જ્ઞાન કરાવવામાં આવ્યું છે.
ચતુર્થ અધિકારમાં વિશ્વા – લંબાઈ, નખ, આવર્તનનાં લક્ષણો, સ્ત્રીઓની રેખાઓ, પુરુષના જમણા હાથનું વર્ણન વગેરે વાતો છે. હસ્તસંજીવન-ટીકા :
‘હસ્તસંજીવન’ પર ઉપાધ્યાય મેઘવિજયજીએ વિ.સં.૧૭૩૫માં ‘સામુદ્રિકલહરી’ નામે ૩૮૦૦ શ્લોક-પ્રમાણ સ્વોપજ્ઞ ટીકાની રચના કરી છે. કર્તાએ આ ગ્રંથ જીવરામ કવિના આગ્રહથી રચ્યો છે.
આ ટીકાગ્રંથમાં સામુદ્રિક-ભૂષણ, શૈવ-સામુદ્રિક ગ્રંથોનો પરિચય આપ્યો છે. આમાં ખાસ કરીને ૪૩ ગ્રંથોની સાક્ષી છે. હસ્તબિમ્બ, હસ્તચિહ્નસૂત્ર, કરરેહાપયરણ, વિવેકવિલાસ વગેરે ગ્રંથોનો ઉપયોગ કર્યો છે.
અજ્ઞવિધાશાસ્ત્ર :
કોઈ અજ્ઞાતનામ વિદ્વાને ‘અંગવિદ્યાશાસ્ત્ર' નામક ગ્રંથની રચના કરી છે. ગ્રંથ અપૂર્ણ છે. ૪૪ શ્લોકો સુધી ગ્રંથ પ્રાપ્ત થયો છે. આની ટીકા પણ રચવામાં આવી છે પરંતુ તે જાણ નથી કે ગ્રંથકારની સ્વોપજ્ઞ છે કે કોઈ અન્ય વિદ્વાન દ્વારા રચિત છે. ગ્રંથ જૈનાચાર્યરચિત માલૂમ પડે છે. તે ‘અંગવિજ્જા’ના અંતે સટીક છપાયો છે.
આ ગ્રંથમાં અશુભસ્થાનપ્રદર્શન, પુંસંજ્ઞક અંગ, સ્ત્રીસંજ્ઞક અંગ, ભિન્ન-ભિન્ન ફલનિર્દેશ, ચોરજ્ઞાન, અપહૃત વસ્તુનું લાભાલાભજ્ઞાન, પીડિતનું મરણજ્ઞાન, ભોજનજ્ઞાન, ગર્ભિણીજ્ઞાન, ગર્ભગ્રહણમાં કાલજ્ઞાન, ગર્ભિણીને કયા નક્ષત્રમાં સંતાનનો જન્મ થશે – આ બધા વિષયો પર વિવેચન છે.
-⭑—
૧. આ ગ્રંથ સટીક મોહનલાલજી ગ્રંથમાલા, ઇંદોરથી પ્રકાશિત થયો છે. મૂળ ગ્રંથ ગુજરાતી અનુવાદ સાથે સારાભાઈ નવાબ, અમદાવાદે પણ પ્રકાશિત કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org