________________
૨૧૬
લાક્ષણિક સાહિત્ય યવ” ક્યાં હોય છે, તે બતાવવામાં આવ્યું છે. અંતમાં મનુષ્યની પરીક્ષા કરી “વ્રત' આપવાની વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે.'
કર્તાએ પોતાના નામનો કે રચના-સમયનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. સામુદ્રિકઃ
સામુદ્રિક' નામની પ્રસ્તુત કૃતિ સંસ્કૃત ભાષામાં છે. પાટણના ભંડારમાં વિદ્યમાન આ કૃતિના ૮ પત્રોમાં પુરુષ-લક્ષણ ૩૮ શ્લોકોમાં અને સ્ત્રી-લક્ષણ પણ ૩૮ પદ્યોમાં છે. કર્તાનો નામોલ્લેખ નથી પરંતુ મંગલાચરણમાં “વિવં પ્રખ્યાતી ઉલ્લિખિત હોવાથી આ જૈનાચાર્યની રચના જણાય છે. આમાં પુરુષ અને સ્ત્રીની હસ્તરેખા અને શારીરિક બંધારણના આધારે શુભાશુભ ફલોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સામુદ્રિકતિલકઃ
સામુદ્રિકતિલક'ના કર્તા જૈન ગૃહસ્થ વિદ્વાન દુર્લભરાજ છે. તેઓ ગુર્જરનૃપતિ ભીમદેવના અમાત્ય હતા. તેમણે ૧. ગજપ્રબંધ, ૨. ગજપરીક્ષા, ૩. તુરંગપ્રબંધ, ૪. પુરુષ–સ્ત્રીલક્ષણ અને ૫. શકુન શાસ્ત્રની રચના કરી હતી, એવી માન્યતા છે. પુરુષ-સ્ત્રીલક્ષણની રચના પૂરી નહિ થઈ શકી હોય એટલા માટે તેમના પુત્ર જગદેવે તેનો બાકી ભાગ પૂરો કર્યો હશે, એવું અનુમાન છે.
આ ગ્રંથમાં પુરુષો અને સ્ત્રીઓના લક્ષણો ૮૦૦આર્યાઓમાં આપવામાં આવ્યા છે. આ ગ્રંથ પાંચ અધિકારોમાં વિભક્ત છે જે ક્રમશઃ ૨૯૮, ૯૯, ૪૬, ૧૮૮ અને ૧૪૯ પદ્યોમાં છે.
પ્રારંભમાં તીર્થકર ઋષભદેવ અને બ્રાહ્મીની સ્તુતિ છે, બાદ સામુદ્રિકશાસ્ત્રની ઉત્પત્તિ બતાવતાં ક્રમશઃ કેટલાય ગ્રંથકારોના નામોનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
પ્રથમ અધિકારમાં ૨૯૮ શ્લોકોમાં પાદતલથી લઈ માથાના વાળનું વર્ણન અને તેમનાં ફળોનું નિરૂપણ છે.
૧. આ ગ્રંથ સંસ્કૃત છાયા, હિંદી અનુવાદ, ક્વચિત્ સ્પષ્ટીકરણ અને પારિભાષિક શબ્દોની
અનુક્રમણિકાપૂર્વક પ્રો. પ્રફુલ્લકુમાર મોદીએ સંપાદિત કરી ભારતીય જ્ઞાનપીઠ, કાશીથી સન્ ૧૯૫૪માં બીજું સંસ્કરણ પ્રકાશિત કર્યું છે. પ્રથમ સંસ્કરણ સન્ ૧૯૪૭માં પ્રકાશિત થયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org