________________
લાક્ષણિક સાહિત્ય
બે પ્રકરણ છે. આ ગ્રંથની હસ્તલિખિત પ્રત મુંબઈના માણકચન્દ્રજી ભંડારમાં છે.
મુનિ હીરકલશે રાજસ્થાની ભાષામાં ‘જ્યોતિષ્હીર' કે ‘હીરકલશ' ગ્રંથની રચના ૯૦૦ દોહાઓમાં કરી છે, જે શ્રી સારાભાઈ નવાબે (અમદાવાદ) પ્રકાશિત કર્યો છે. આ ગ્રંથમાં જે વિષય નિરૂપિત છે તે જ આ પ્રાકૃત ગ્રંથમાં પણ નિબદ્ધ છે.
૧૮૬
મુનિ હીરકલશની અન્ય કૃતિઓ આ મુજબ છે ઃ
૧. અઠારા-નાતા-સજઝાય, ૨. કુમતિ-વિધ્વંસ-ચૌપાઈ, ૩. મુનિપતિચૌપાઈ, ૪. સોલ-સ્વપ્ર-સજ્ઝાય, ૫. આરાધના-ચૌપાઈ, ૬. સમ્યક્ત્વ-ચૌપાઈ, ૭. જંબૂચૌપાઈ, ૮. મોતી-કપાસિયા-સંવાદ, ૯. સિંહાસન-બત્તીસી, ૧૦. રત્નચૂડચૌપાઈ, ૧૧. જીભ-દાંત-સંવાદ, ૧૨. હિયાલ, ૧૩. પંચાખ્યાન, ૧૪. પંચસતીદ્રુપદી-ચૌપાઈ, ૧૫. હિયાલી.
આ બધી કૃતિઓ જૂની ગુજરાતી અથવા રાજસ્થાનીમાં છે. પંચાંગતત્ત્વ :
‘પંચાંગતત્ત્વ’ના કર્તાનું નામ અને તેમનો રચના-સમય અજ્ઞાત છે. આમાં પંચાંગના તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ – આ વિષયોનું નિરૂપણ છે. આ ગ્રંથ અપ્રકાશિત છે.
પંચાંગતત્ત્વ-ટીકા :
‘પંચાંગતત્ત્વ’ પર અભયદેવસૂરિ નામક કોઈ આચાર્યે ૯૦૦૦ શ્લોક-પ્રમાણ ટીકા રચી છે. આ ટીકા પણ અપ્રકાશિત છે.
પંચાંગતિથિવિવરણ :
‘પંચાંગતિથિવિવરણ’ નામક ગ્રંથ અજ્ઞાતકર્તૃક છે તથા તેનો રચના-સમય પણ અજ્ઞાત છે. આ ગ્રંથ ‘કરણશેખર’ કે ‘કરણશેષ’ નામે પણ પ્રસિદ્ધ છે. આમાં પંચાંગ બનાવવાની રીત સમજાવવામાં આવી છે. ગ્રંથ પ્રકાશિત થયો નથી. આના પર કોઈ જૈન મુનિએ વૃત્તિ પણ રચી છે, એવું જાણવામાં આવ્યું છે.
પંચાંગદીપિકા :
‘પંચાંગદીપિકા’ નામક ગ્રંથ પણ કોઈ મુનિની રચના છે. આમાં પંચાગ બનાવવાની વિધિ બતાવવામાં આવી છે. ગ્રંથનો રચના-સમય અજ્ઞાત છે. ગ્રંથ અપ્રકાશિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org