________________
નિમિત્ત
૨૦૭ છે. આમાં બ્રહ્મયામલ વગેરે સાત યામલોનો ઉલ્લેખ તથા ઉપયોગ કરવામાં આવ્યો છે. વિષયનો મર્મ ૮૪ ચક્રોના નિદર્શન દ્વારા સુસ્પષ્ટ કરી આપવામાં આવ્યો છે.
તાંત્રિકોમાં પ્રચલિત મારણ, મોહન, ઉચ્ચાટન વગેરે પર્કર્મો તથા મંત્રોનો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.' નરપતિજયચર્યા-ટીકાઃ
હરિવંશ નામક કોઈ જૈનેતર વિદ્વાને “નરપતિજયચર્યા' પર સંસ્કૃતમાં ટીકા રચી છે. ક્યાંક-ક્યાંક હિંદી ભાષા અને હિંદી પઘોનાં અવતરણો પણ આપ્યા છે. આ ટીકા આધુનિક છે. કદાચ ૪૦-૫૦ વર્ષ પહેલાં લખવામાં આવી હશે. હસ્તકાંડઃ
હસ્તકાંડ' નામક ગ્રંથની રચના આચાર્ય ચન્દ્રસૂરિના શિષ્ય પાર્ધચન્દ્ર ૧૦૦ પદ્યોમાં કરી છે. પ્રારંભમાં વર્ધમાન જિનેશ્વરને નમસ્કાર કરી ઉત્તર અને અધર-સંબંધી પરિભાષા બતાવી છે. ત્યાર પછી લાભ-હાનિ, સુખ-દુઃખ, જીવિત-મરણ, ભૂભંગ (જમીન અને છત્રનું પતન), મનોગત વિચાર, વર્ણાનો ધર્મ, સંન્યાસી વગેરેનો ધર્મ, દિશા, દિવસ વગેરેનો કાલ-નિર્ણય, અર્ધકાંડ, ગર્ભસ્થ સંતાનનો નિર્ણય, ગમનાગમન, વૃષ્ટિ અને શલ્યોદ્ધાર વગેરે વિષયોની ચર્ચા છે. આ ગ્રંથ અનેક ગ્રંથોના આધારે રચવામાં આવ્યો છે. મેઘમાલા: | હેમપ્રભસૂરિએ “મેઘમાલા' નામક ગ્રંથ વિ.સં.૧૩૦૫ આસપાસમાં રચ્યો છે. આમાં દશગર્ભનું બલવિશોધક, જલમાન, વાતસ્વરૂપ, વિદ્યુત્ વગેરે વિષયો પર વિવેચન છે. કુલ મળીને ૧૯૯ પદ્યો છે. ગ્રંથના અંતમાં કર્તાએ લખ્યું છે:
રેવેન્દ્રસૂરિશિષ્ય શ્રીદેમસૂરિ !
मेघमालाभिधं चक्रे त्रिभुवनस्य दीपकम् ॥ આ ગ્રંથ છપાયો નથી.
૧. આ ગ્રંથ વેંકટેશ્વર પ્રેસ, મુંબઈથી પ્રકાશિત થયો છે. ૨. શ્રીવન્દ્રીવાર્યશિષ્યા પાWવા ધમતા
उद्धृत्यानेकशास्त्राणि हस्तकाण्डं विनिर्मितम् ।। १०० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org