________________
૨૧ ૨
લાક્ષણિક સાહિત્ય
ચન્દ્રોન્મીલનઃ
ચન્દ્રોન્સીલન” ચૂડામણિ વિષયક ગ્રંથ છે. આના કર્તા કોણ હતા અને આની રચના ક્યારે થઈ, તે જાણવા મળ્યું નથી.
આ ગ્રંથમાં પપ અધિકાર છે જેમાં મૂલમંત્રાર્થસંબંધ, વર્ગવર્ગપંચ, સ્વરાક્ષરાનયન, પ્રશ્નોત્તર, અષ્ટક્ષિપ્રસમુદ્ધાર, જીવિત-મરણ, જય-પરાજય, ધનાગમનાગમન, જીવધાતુ-મૂલ, દેવભેદ, સ્વરભેદ, મનુષ્યયોનિ, પક્ષિભેદ, નારકભેદ, ચતુષ્પદભેદ, અપદભેદ, કીટયોનિ, ઘટિતલોહભેદ, ધામ્યાધમ્યયોનિ, મૂલયોનિ, ચિન્તાલૂકાશ્ચતુર્ભેદ, નામાક્ષર-સ્વરવર્ણપ્રમાણસંખ્યા, સ્વરસંખ્યા, અક્ષરસંખ્યા, ગણચક્ર, અભિઘાતપ્રશ્ન સિંહાવલોકિતચક્ર, ધૂમિતપ્રશ્ન અશ્વાવલોકિતચક્ર, દગ્ધપ્રશ્ન મંડૂકલુપ્તચક્ર, વગનયન, અક્ષરાનયન, મહાશાસ્ત્રાર્થવિવશપ્રકરણ, શલ્યોદ્ધારનશ્ચિક્ર, તસ્કરાગમનપ્રકરણ, કાલજ્ઞાન, ગમનાગમન, ગર્ભાગર્ભપ્રકરણ, મૈથુનાધ્યાય, ભોજનાધ્યાય, છત્રભંગ, રાષ્ટ્રનિર્ણય, કોટભંગ, સુભિક્ષવર્ણન પ્રાવૃત્કાલજલદાગમ, કૂપજલોદે શપ્રકરણ, આરામપ્રકરણ, ગૃહપ્રકરણ, ગુહ્યજ્ઞાનપ્રકરણ, પત્રલેખનજ્ઞાન, પારધિપ્રકરણ, સંધિશુદ્ધપ્રકરણ, વિવાહપ્રકરણ, નષ્ટ-જાતકપ્રકરણ, સફલ-નિષ્કલવિચાર, મિત્રભાવપ્રકરણ, અન્યયોનિપ્રકરણ, જ્ઞાતનિર્ણય, શિક્ષાપ્રકરણ વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે.' કેવલજ્ઞાનપ્રશ્નચૂડામણિઃ
કેવલજ્ઞાનપ્રશ્નચૂડામણિ” નામક શાસ્ત્રના રચયિતા આચાર્ય સમન્તભદ્ર હોવાનું માનવામાં આવે છે. આ ગ્રંથના સંપાદક અને અનુવાદક પં. નેમિચન્દ્રજીએ બતાવ્યું છે કે સમંતભદ્ર “આતમીમાંસાના કર્તાથી જુદા છે. તેમણે તેમના “અષ્ટાંગઆયુર્વેદ અને “પ્રતિષ્ઠાતિલક'ના કર્તા નેમિચન્દ્રના ભાઈ વિજયપના પુત્ર હોવાની સંભાવના દર્શાવી
અક્ષરોના વર્ગીકરણથી આ ગ્રંથનો પ્રારંભ થાય છે. આમાં કાર્યની સિદ્ધિ, લાભાલાભ, ચોરાયેલી વસ્તુની પ્રાપ્તિ, પ્રવાસીનું આગમન, રોગનિવારણ, જયપરાજય વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે. નષ્ટ જન્મપત્ર બનાવવાની વિધિ પણ આમાં બતાવવામાં આવી છે. ક્યાંક-ક્યાંક તદ્દવિષયક પ્રાકૃત ગ્રંથોનાં ઉદ્ધરણો પણ મળે
૧. આ ગ્રંથની પ્રત અમદાવાદના લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. ૨. આ ગ્રંથ ભારતીય જ્ઞાનપીઠ, કાશીથી સન્ ૧૯૫૦માં પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org