________________
તેરમું પ્રકરણ
ચૂડામણિ અહેસૂડામણિસાર:
‘અચૂડામણિસાર'નું બીજું નામ છે “ચૂડામણિસાર” કે “જ્ઞાનદીપક". આમાં કુલ મળીને ૭૪ ગાથાઓ છે. આના કર્તા ભદ્રબાહુસ્વામી હોવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
આના પર સંસ્કૃતમાં એક નાની એવી ટીકા પણ છે. ચૂડામણિઃ
“ચૂડામણિ' નામક ગ્રંથ આજે અનુપલબ્ધ છે. ગુણચન્દ્રગણિએ “કહારયણક્રોસ'માં ચૂડામણિશાસ્ત્રનો ઉલ્લેખ કર્યો છે. તેના આધારે ત્રણે કાળોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું
હતું.
સુપાસનાહચરિય”માં ચંપકમાલાના અધિકારમાં આ ગ્રંથનો મહિમા બતાવવામાં આવ્યો છે. ચંપકમાલા “ચૂડામણિશાસ્ત્રની વિદૂષી હતી. તેનો પતિ કોણ હશે અને તેને કેટલા સંતાનો હશે, તે બધું તે જાણતી હતી.”
આ ગ્રંથના આધારે ભદ્રલક્ષણે “ચૂડામણિસાર' નામક ગ્રંથની રચના કરી છે અને પાર્શ્વીન્દ્ર મુનિએ પણ આ જ ગ્રંથના આધારે પોતાના હસ્તકાંડની રચના કરી છે.
કહેવામાં આવે છે કે દ્રવિડ દેશમાં દુર્વિનીત નામક રાજાએ પાંચમી સદીમાં ૯૬000 શ્લોક-પ્રમાણ ‘ચૂડામણિ” નામક ગ્રંથ ગદ્યમાં રચ્યો હતો.
૧. આ ગ્રંથ સિંઘી સિરીજમાં પ્રકાશિત “જયપાહુડ”ના પરિશિષ્ટ રૂપે છપાયો છે. ૨. જુઓ - લક્ષ્મણગણિરચિત સુપાસનાચરિય, પ્રસ્તાવ ર, સમ્યક્તપ્રશંસાકથાનક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org