________________
૨૦૮
શ્વાનશકુનાધ્યાય ઃ
સંસ્કૃત ભાષામાં રચાયેલ ૨૨ પદ્યોની ‘શ્વાનશકુનાધ્યાય' નામક કૃતિ ૫ પત્રોની છે. આમાં કર્તાનો નિર્દેશ નથી. આ ગ્રંથમાં કૂતરાના હલન-ચલન અને ચેષ્ટાઓના આધારે ઘરથી નીકળતાં મનુષ્યને પ્રાપ્ત થનાર શુભાશુભ ફળોનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
નાડીવિજ્ઞાન :
‘નાડીવિજ્ઞાન’ નામક સંસ્કૃત ભાષાની ૮ પત્રોની કૃતિ ૭૮ પદ્યોમાં છે. ‘ના વીર’ એવા ઉલ્લેખથી પ્રતીત થાય છે કે આ કૃતિ કોઈ જૈનાચાર્ય દ્વારા રચવામાં આવી છે. આમાં દેહસ્થિત નાડીઓની ગતિવિધિના આધારે શુભાશુભ ફળોનો વિચાર કરવામાં આવ્યો છે.
૧. આ પ્રત પાટણના જૈન ભંડારમાં છે.
લાક્ષણિક સાહિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org