________________
જ્યોતિષ
હરિભટ્ટ નામક વિદ્વાને ‘તાજિકસાર’ નામક ગ્રંથની રચના વિ.સં.૧૫૮૦ની આસપાસ કરી છે. હિ૨ભટ્ટને હિરભદ્ર નામથી પણ ઓળખવામાં આવે છે. આ ગ્રંથ ૫૨ અંચલગચ્છીય મુનિ સુમતિહર્ષે વિ.સં.૧૬૭૭માં વિષ્ણુદાસ રાજાના રાજ્યકાળમાં ટીકા લખી છે. કરણકુતૂહલ-ટીકા :
૧
જયોતિર્ગણિતજ્ઞ ભાસ્કરાચાર્યે ‘કરણકુતૂહલ’ની રચના વિ.સં.૧૨૪૦ આસપાસ કરી છે. તેમનો આ ગ્રંથ કરણ-વિષયક છે. આમાં મધ્યમગ્રહસાધન અહર્ગણ દ્વા૨ા ક૨વામાં આવ્યું છે. ગ્રંથમાં નિમ્નોક્ત દસ અધિકા૨ છે ઃ ૧. મધ્યમ, ૨. સ્પષ્ટ, ૩. ત્રિપ્રશ્ન, ૪. ચન્દ્ર-ગ્રહણ, ૫. સૂર્ય-ગ્રહણ, ૬. ઉદયાસ્ત, ૭. શ્રૃંગોન્નતિ, ૮. યુતિ, ૯. પાત અને ૧૦. ગ્રહણસંભવ. કુલ મળીને ૧૩૯ પદ્યો છે. આના ૫૨ સોઢલ, નાર્યદાત્મજ પદ્મનાભ, શંકર કવિ વગેરેની ટીકાઓ છે.
આ ‘કરણકુતૂહલ’ પર અંચલગચ્છીય હર્ષરત્ન મુનિના શિષ્ય સુમતિહર્ષ મુનિએ વિ.સં.૧૯૭૮માં હેમાદ્રિના રાજ્યમાં ‘ગણકકુમુદકૌમુદી’ નામક ટીકા રચી છે. તેમાં તેમણે લખ્યું છે ઃ
करणकुतूहलवृत्तावे तस्यां सुमतिहर्ष रचितायाम् । गणककुमुदकौमुद्यां विवृता स्फुटता हि खेटानाम् ॥ આ ટીકાના ગ્રન્થાત્ર ૧૮૫૦ શ્લોક છે.ર
જ્યોતિર્વિદાભરણ-ટીકા :
૧૯૩
‘જ્યોતિર્વિદાભરણ’ નામક જ્યોતિષશાસ્ત્રનો ગ્રંથ ‘રઘુવંશ’ વગેરે કાવ્યોના કર્તા કવિ કાલિદાસની રચના છે એવું ગ્રંથમાં લખ્યું છે, પરંતુ આ કથન યોગ્ય નથી. આમાં ઐન્દ્રયોગનો તૃતીય અંશ વ્યતીત થવા પર સૂર્ય-ચન્દ્રમાનું ક્રાંતિસામ્ય બતાવવામાં આવ્યું છે, આનાથી આનો રચનાકાળ શક-સં. ૧૧૬૪ (વિ.સં.૧૨૯૯) નિશ્ચિત થાય છે. આથી રઘુવંશાદિ કાવ્યોના નિર્માતા કાલિદાસ આ ગ્રંથના કર્તા ના હોઈ શકે. આ કોઈ બીજા જ કાલિદાસ હોવા જોઈએ. એક વિદ્વાને તો આ ‘જ્યોતિર્વિદાભરણ' ગ્રંથ ૧૬મી શતાબ્દીનો હોવાનો નિર્ણય કર્યો છે. આ ગ્રંથ મુહૂર્તવિષયક છે.
૧. આ ટીકા-ગ્રંથ મૂળ સાથે વેંકટેશ્વર પ્રેસ, મુંબઈથી પ્રકાશિત થયો છે.
૨. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના સંગ્રહમાં આની ૨૯ પત્રોની પ્રતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org