________________
લાક્ષણિક સાહિત્ય
આ ગ્રંથ પર ખરતરગચ્છીય લબ્ધિવિજયના શિષ્ય મહિમોદય મુનિએ એક ટીકા લખી છે. તેમણે વિ.સં. ૧૭૨૨માં જ્યોતિપ્રત્નાકર, પશ્ચાંગાનયનવિધિ, ગણિતસાઠસો વગેરે ગ્રંથ પણ રચ્યા છે.
૧૯૬
ભુવનદીપક-ટીકા :
પંડિત હરિભદ્રે લગભગ વિ.સં.૧૫૭૦માં ‘ભુવનદીપક’ ગ્રંથની રચના કરી છે. આ ‘ભુવનદીપક’ પર ખરતરગચ્છીય મુનિ લક્ષ્મીવિજયે વિ.સં.૧૭૬૭માં ટીકા રચી છે.
ચમત્કારચિન્તામણિ-ટીકા :
રાજર્ષિ ભટ્ટે ‘ચમત્કારચિન્તામણિ' ગ્રંથની રચના કરી છે. આમાં મુહૂર્ત અને જાતક બંને અંગોના વિષયમાં ઉપયોગી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ ‘ચમત્કારચિન્તામણિ' ગ્રંથ પર ખરતરગચ્છીય મુનિ પુણ્યહર્ષના શિષ્ય અભયકુશલે લગભગ વિ.સં. ૧૭૩૭માં બાલાવબોધિની-વૃત્તિની રચના કરી છે. મુનિ મતિસાગરે વિ.સં.૧૮૨૭માં આ ગ્રંથ પર ‘ટબા’ની રચના કરી છે. હોરામકરન્દ-ટીકા :
અજ્ઞાતકર્તૃક ‘હો૨ામકરન્દ' નામક ગ્રંથ ૫૨ મુનિ સુમતિહર્ષે લગભગ વિ.સં.૧૯૭૮માં ટીકા રચી છે.
વસન્તરાજશાકુન-ટીકા :
વસન્તરાજ નામક વિદ્વાને શકુનવિષયક એક ગ્રંથની રચના કરી છે. આને ‘શકુન-નિર્ણય’ અથવા ‘શકુનાર્ણવ’ કહે છે.
આ ગ્રંથ ૫૨ ઉપાધ્યાય ભાનુચન્દ્રગણિએ ૧૭મી સદીમાં ટીકા લખી છે.
⭑
૧. આ વેંકટેશ્વર પ્રેસ, મુંબઈથી પ્રકાશિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org