________________
લાક્ષણિક સાહિત્ય
૧૦. મિશ્ર અને અને ૧૧. સંગ્રહ – આ મુજબ ૧૧ વિષયોનું વર્ણન છે. કર્તાએ અનેક શાકુનવિષયક ગ્રંથોના આધારે આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ પ્રકાશિત થયો
નથી.
૧૯૮
શકુનરત્નાવલિ-કથાકોશ :
આચાર્ય અભયદેવસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ ‘શકુનરત્નાવલિ’ નામક ગ્રંથની રચના કરી છે.
શકુનાવલિ ઃ
‘શકુનાવલિ’ નામના ઘણા ગ્રંથો છે.
એક ‘શકુનાવલિ’ના કર્તા ગૌતમ મહર્ષિ હતા, એવો ઉલ્લેખ મળે છે. બીજી ‘શકુનાવલિ’ના કર્તા આચાર્ય હેમચન્દ્રસૂરિ માનવામાં આવે છે.
ત્રીજી ‘શકુનાવલિ’ કોઈ અજ્ઞાત વિદ્વાને રચી છે.
ત્રણેના કર્તાવિષયક ઉલ્લેખો સંદિગ્ધ છે. તે બધી પ્રકાશિત પણ નથી. સઉણદાર (શકુનદ્વાર) :
.
‘સઉણદાર' નામક ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. તે અપૂર્ણ છે. તેમાં કર્તાનું નામ નથી આપવામાં આવ્યું.
શકુનવિચાર :
‘શકુનવિચાર’ નામક કૃતિ ૩ પત્રોની છે. તેની ભાષા અપભ્રંશ છે. તેમાં કોઈ પશુ જમણી કે ડાબી તરફ થઈને નીકળવાનાં શુભાશુભ ફળ વિષયમાં વિચાર કરવામાં આવ્યો છે. આ અજ્ઞાતકર્તૃક રચના છે.
૧. આ પાટણના ભંડારમાં છે.
૨. આની પ્રતિ પાટણના જૈન ભંડારમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org