________________
નિમિત્ત
૨૦૧
“ધવલા–ટીકામાં ઉલ્લેખ છે કે “યોનિપ્રાભૂતમાં મંત્ર-તંત્રની શક્તિનું વર્ણન છે અને તેના દ્વારા પુદ્ગલાનુભાગ જાણી શકાય છે. આગમિક વ્યાખ્યાઓના ઉલ્લેખાનુસાર આચાર્ય સિદ્ધસેને “જોણિપાહુડ'ના આધારે અશ્વ બનાવ્યા હતા. આના બળથી મહિષોને અચેતન કરી શકાતા હતા અને ધન પેદા કરી શકાતું હતું. “વિશેષાવશ્યક-ભાષ્ય'. (ગાથા ૧૭૭૫)ની મલધારી હેમચન્દ્રસૂરિકત ટીકામાં અનેક વિજાતીય દ્રવ્યોના સંયોગથી સર્પ, સિહ વગેરે પ્રાણી અને મણિ, સુવર્ણ વગેરે અચેતન પદાર્થ પેદા કરવાનો ઉલ્લેખ મળે છે. કુવલયમાલાકારના કથનાનુસાર “જસિપાહુડમાં કહેવામાં આવેલી વાતો ક્યારેય અસત્ય નથી હોતી. જિનેશ્વરસૂરિએ પોતાના “કથાકોશપ્રકરણ'ના સુંદરીદત્તકથાનકમાં આ શાસ્ત્રનો ઉલ્લેખ કર્યો છે. ૧ “પ્રભાવક ચરિત' (૫, ૧૧૫૧૨૭)માં આ ગ્રંથના બળથી માછલી અને સિંહ બનાવવાનો નિર્દેશ છે. કુલમંડનસૂરિ દ્વારા વિ.સં.૧૪૭૩માં રચિત “વિચારામૃતસંગ્રહ' (પૃ.૯)માં “યોનિપ્રાભૃત'ને પૂર્વશ્રુતથી ચાલ્યું આવતું સ્વીકારવામાં આવ્યું છે. “યોનિપ્રાભૃત'માં આ મુજબ ઉલ્લેખ
अग्गेणिपुव्वनिग्गयपाहुडसत्थस्स मज्झायारम्मि । किंचि उद्देसदेसं धरसेणो वज्जियं भणइ ॥ गिरिउज्जितठिएण पच्छिमदेसे सुरट्ठगिरिनयरे । बुडुंतं उद्धरियं दूसमकालप्पयावम्मि ॥
-प्रथम खण्ड अट्ठावीससहस्सा गाहाणं जत्थ वनिया सत्थे । अग्गेणिपुव्वमझे संखेवं वित्थरे मुत्तुं ॥
- चतुर्थ खण्ड આ કથનથી જ્ઞાત થાય છે કે અગ્રાયણીય પૂર્વનો કેટલોક અંશ લઈ ધરસેનાચાર્ય આ ગ્રંથનો ઉદ્ધાર કર્યો. આમાં પહેલાં અઠ્યાવીસ હજાર ગાથાઓ હતી, તેમને જ સંક્ષિપ્ત કરી “યોનિપ્રાભૃત'માં મૂકી છે.
१. जिणभासियपुव्वगए जोणीपाहुडसुए समुद्दिटुं।
एयंपि संघकज्जे कायव्वं धीरपुरिसेहिं ।। ૨. જુઓ – હીરાલાલ ૨. કાપડિયા આગમોનું દિગ્દર્શન, પૃ. ૨૩૪-૨૩૫. ૩. આ અપ્રકાશિત ગ્રંથની હસ્તલિખિત પ્રત ભાંડારકર ઈન્સ્ટીટ્યૂટ, પૂનામાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org