________________
જ્યોતિષ
૧૮૩
આ ગ્રંથ પાંચ અધ્યાયોમાં વહેંચાયેલો છે : ૧. ગણિતાધ્યાય, ૨. યંત્ર ઘટનાધ્યાય, ૩. યંત્ર રચનાધ્યાય, ૪. યઝાશો ધનાધ્યાય અને ૫. યંત્રવિચારણાધ્યાય. તેમાં કુલ મળીને ૧૮૨ પદ્યો છે.
આ ગ્રંથની અનેક વિશેષતાઓ છે. તેમાં નાડીવૃત્તના ધરાતલમાં ગોણપૃષ્ઠસ્થ બધા વૃત્તોનું પરિગમન બતાવવામાં આવ્યું છે. ક્રમોત્કમયાનયન, ભુજકોટિયાનું ચાપસાધન, ક્રાન્તિસાધન, ઘુયાખંડસાધન, ધ્રુજયાફલાનયન, સૌમ્ય યંત્રના વિભિન્ન ગણિતનાં સાધનો, અક્ષાંશથી ઉન્નતાંશ સાધન, ગ્રંથના નક્ષત્ર, ધ્રુવ આદિના અભીષ્ટ વર્ષોનાં છુવાદિ સાધન, નક્ષત્રોનાં દક્કર્મસાધન, દ્વાદશ રાશીઓનાં વિભિન્ન વૃત્તસંબંધી ગણિતનાં સાધનો, ઇષ્ટ શંકથી છાયાકરણસાધન, યંત્રશોધનપ્રકાર અને તદનુસાર વિભિન્ન રાશિઓ અને નક્ષત્રોનાં ગણિતનાં સાધન, દ્વાદશભાવો અને નવગ્રહોનાં ગણિતનાં સ્પષ્ટીકરણનું ગણિત અને વિભિન્ન યંત્રો દ્વારા બધા ગ્રહોનાં સાધનનું ગણિત અતિ સુંદર રીતે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. આ ગ્રંથના જ્ઞાનથી ખૂબ સરળતાપૂર્વક પંચાંગ બનાવી શકાય. યંત્રરાજ-ટીકા :
યંત્રરાજ પર આચાર્ય મહેન્દ્રસૂરિના શિષ્ય આચાર્ય મલયેન્દુસૂરિએ ટીકા લખી છે. તેમણે મૂળ ગ્રંથમાં નિર્દિષ્ટ યંત્રો ઉદાહરણપૂર્વક સમજાવ્યા છે. તેમાં ૭૫ નગરોના અક્ષાંશ આપવામાં આવ્યા છે. વેધોપયોગી ૩૨ તારાઓના સાયન ભોગશર પણ આપવામાં આવ્યા છે. અયનવર્ષગતિ ૫૪ વિકલા માનવામાં આવી છે. જ્યોતિષત્નાકર :
મુનિ લબ્ધિવિજયના શિષ્ય મહિમોદય મુનિએ “જ્યોતિષત્નાકર' નામની કૃતિની રચના કરી છે. મુનિ મહિમોદય વિ.સં. ૧૭૨૨માં વિદ્યમાન હતા. તેઓ ગણિત અને ફલિત બંને પ્રકારની જ્યોતિર્વિદ્યાના મર્મજ્ઞ વિદ્વાન હતા.
આ ગ્રંથ ફલિત જ્યોતિષનો છે. તેમાં સંહિતા મુહૂર્ત અને જાતક–આ ત્રણે વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ ગ્રંથ નાનો છતાં અત્યન્ત ઉપયોગી છે. આ ગ્રંથ પ્રકાશિત નથી થયો.
૧. આ ગ્રંથ રાજસ્થાન પ્રાચ્યવિદ્યા શોઘ-સંસ્થાન, જોધપુરથી ટીકા સાથે પ્રકાશિત થયો છે.
સુધાકર દ્વિવેદીએ આ ગ્રંથ કાશીથી છપાવ્યો છે. આ મુંબઈથી પણ પ્રકાશિત થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org