________________
આઠમું પ્રકરણ
ગણિત
ગણિત વિષય ઘણો વ્યાપક છે. તેની ઘણી શાખાઓ છે : અંકગણિત, બીજગણિત, સમતલભૂમિતિ, ઘનભૂમિતિ, સમતલત્રિકોણમિતિ, ગોલીયત્રિકોણમિતિ, સમતલબીજભૂમિતિ, ઘનબીજભૂમિતિ, શૂન્યલબ્ધિ (સૂમકલન), શૂન્યયુતિ (સમાકલન) અને શૂન્ય સમીકરણ. આના સિવાય પણ સ્થિતિશાસ્ત્ર, ગતિશાસ્ત્ર, ઉદકસ્થિતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર આદિનો પણ ગણિતશાસ્ત્રમાં સમાવેશ થાય છે.
મહાવીરાચાર્યે ગણિતશાસ્ત્રની વિશેષતા અને વ્યાપકતા દર્શાવતાં કહ્યું છે કે લૌકિક, વૈદિક તથા સામયિક જે પણ વ્યવહાર થાય છે તે બધામાં ગણિત-સંખ્યાનનો ઉપયોગ થાય છે. કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ગાંધર્વશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, પાકશાસ્ત્ર, આયુર્વેદ, વાસ્તુવિદ્યા અને છંદ, અલંકાર, કાવ્ય, તર્ક, વ્યાકરણ, જયોતિષ આદિમાં તથા કળાઓના સમસ્ત ગુણોમાં ગણિત અત્યંત ઉપયોગી શાસ્ત્ર છે. સૂર્ય આદિ ગ્રહોની ગતિ જાણવામાં, પ્રસન અર્થાત્ દિશા, દેશ અને કાળને જાણવા માટે, ચંદ્રમાના પરિલેખમાં – સર્વત્ર ગણિત જ અંગીકૃત છે.
દ્વીપો, સમદ્રો અને પર્વતોની સંખ્યા, વ્યાસ અને પરિધિ, લોક, અંતર્લોક, જયોતિર્લોક, સ્વર્ગ અને નરકમાં સ્થિત શ્રેણીબદ્ધ ભવનો, સભાભવનો અને ગુંબજાકાર મંદિરોના પરિમાણ તથા અન્ય વિવિધ પરિમાણ ગણિતની સહાયથી જ જાણી શકાય છે.
જૈન શાસ્ત્રોમાં ચાર અનુયોગ ગણાવવામાં આવ્યા છે, તેમાં ગણિતાનુયોગ પણ એક છે. કર્મસિદ્ધાંતના ભેદ-પ્રભેદ, કાળ અને ક્ષેત્રનાં પરિમાણ આદિ સમજવામાં ગણિતના જ્ઞાનની વિશેષ આવશ્યકતા હોય છે.
ગણિત જેવા સૂક્ષ્મ શાસ્ત્રના વિષયમાં અન્ય શાસ્ત્રોની અપેક્ષાએ ઓછાં પુસ્તકો પ્રાપ્ત થાય છે, તેમાં પણ જૈન વિદ્વાનોનાં ગ્રંથ ઘણી ઓછી સંખ્યામાં મળે છે. ગણિતસારસંગ્રહ :
ગણિતસારસંગ્રહના રચયિતા મહાવીરાચાર્ય દિગંબર જૈન વિદ્વાન હતા. તેમણે ગ્રંથના આરંભમાં કહ્યું છે કે જગતના પૂજય તીર્થકરોના શિષ્ય-પ્રશિષ્યોના પ્રસિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org