________________
૧૬૮
વિવાહપડલ (વિવાહપટલ) :
‘વિવાહપડલ’ના કર્તા-અજ્ઞાત છે. આ પ્રાકૃતમાં રચાયેલ એક જ્યોતિષ-વિષયક ગ્રંથ છે, જે વિવાહના સમયે કામમાં આવે છે. તેનો ઉલ્લેખ ‘નિશીથવિશેષચૂર્ણિ’માં મળે છે.
લગ્નસૃદ્ધિ (લગ્નશુદ્ધિ) :
લાક્ષણિક સાહિત્ય
‘લગ્ગસુદ્ધિ’ નામક ગ્રંથના કર્તા યાકિની-મહત્તરાસૂનુ હરિભદ્રસૂરિ હોવાનું માનવામાં આવે છે. પરંતુ તે સંદિગ્ધ જણાય છે. આ ‘લગ્નકુલિકા’ નામે પ્રસિદ્ધ છે. પ્રાકૃતની કુલ ૧૩૩ ગાથાઓમાં ગોચરશુદ્ધિ, પ્રતિદ્વારદશક, માસ-વાર-તિથિનક્ષત્ર-યોગશુદ્ધિ, સુગણદિન, રજછન્નદ્વાર, સંક્રાંતિ, કર્કયોગ, વાર-નક્ષત્ર-અશુભયોગ, સુગણાર્થદ્વાર, હોરા, નવાંશ, દ્વાદશાંશ, ષડ્વર્ગશુદ્ધિ, ઉદયાસ્તશુદ્ધિ ઇત્યાદિ વિષયો પર ચર્ચા કરવામાં આવી છે.
દિણસુદ્ધિ (દિનશુદ્ધિ) :
પંદરમી સદીમાં વિદ્યમાન રત્નશેખરસૂરિએ ‘દિનશુદ્ધિ’ નામક ગ્રંથની પ્રાકૃતમાં રચના કરી છે. તેમાં ૧૪૪ ગાથાઓ છે, જેમાં રિવ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિનું વર્ણન કરીને તિથિ, લગ્ન, પ્રહર, દિશા અને નક્ષત્રની શુદ્ધિ દર્શાવવામાં આવી છે.૨
કાલસંહિતા :
‘કાલસંહિતા’નામની કૃતિ આચાર્ય કાલકે રચી છે, એવો ઉલ્લેખ મળે છે. વરાહમિહિરકૃત ‘બૃહજ્જાતક’ (૧૬.૧)ની ઉત્પલકૃત ટીકામાં બંકાલકાચાર્યકૃત ‘બંકાલકસંહિતા’માંથી બે પ્રાકૃત પદ્યો ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. ‘બંકાલકસંહિતા’ નામ અશુદ્ધ પ્રતીત થાય છે. તે ‘કાલકસંહિતા’ હોવું જોઈએ. એવું અનુમાન કરી શકાય. આ ગ્રંથ અનુપલબ્ધ છે.
કાલકસૂરિએ કોઈ નિમિત્તગ્રંથનું નિર્માણ કર્યું હતું, તે નીચેના ઉલ્લેખ ૫૨થી જાણી શકાય છે :
૧. આ ગ્રંથ ઉપાધ્યાય ક્ષમાવિજયજી દ્વારા સંપાદિત થઈને શાહ મૂલચંદ બુલાખીદાસ દ્વારા સન્ ૧૯૩૮માં મુંબઈથી પ્રકાશિત થયો છે.
૨. આ ગ્રંથ ઉપાધ્યાય ક્ષમાવિજયજી દ્વારા સંપાદિત થઈને શાહ મૂલચંદ બુલાખીદાસ દ્વારા સન્ ૧૯૩૮માં મુંબઈથી પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org