________________
૧૭૦
લાક્ષણિક સાહિત્ય આ ગ્રંથ નાનો હોવા છતાં પણ મહત્ત્વપૂર્ણ છે. તેમાં ૩૬ દ્વાર (પ્રકરણ) છેઃ ૧. ગ્રહોના અધિપતિ, ૨. ગ્રહોની ઉચ્ચ-નીચ સ્થિતિ, ૩. પરસ્પરમિત્રતા. ૪. રાહુવિચાર, ૫. કેતુવિચાર, ૬. ગ્રહચક્રોનું સ્વરૂપ, ૭. બારભાવ, ૮. અભીષ્ટ કાલ નિર્ણય, ૯. લગ્નવિચાર, ૧૦. વિનર ગ્રહ, ૧૧. ચાર પ્રકારના રાજયોગ, ૧૨. લાભ વિચાર, ૧૩. લાભફળ, ૧૪. ગર્ભની ક્ષેમકુશળતા, ૧૫ સ્ત્રીગર્ભ-પ્રસૂતિ, ૧૬. બે સંતાનોનો યોગ, ૧૭. ગર્ભના મહીના, ૧૮. ભાર્યા, ૧૯. વિષકન્યા, ૨૦. ભાવોના ગ્રહ, ૨૧. વિવાહવિચારણા, ૨૨. વિવાદ, ૨૩. મિશ્રપદ-નિર્ણય, ૨૪. પૃચ્છા-નિર્ણય, ૨૫. પ્રવાસીનું ગમનાગમન, ૨૬. મૃત્યુયોગ, ૨૭. દુર્ગભંગ, ૨૮. ચૌર્યસ્થાન, ૨૯. અર્ધજ્ઞાન, ૩૦. મરણ, ૩૧. લાભોદય, ૩૨. લગ્નનું માસફળ, ૩૩. ઢેકાણફળ, ૩૪. દોષજ્ઞાન, ૩૫. રાજાઓની દિનચર્યા, ૩૬. આ ગર્ભમાં શું હશે? આ પ્રમાણે કુલ ૧૭૦ શ્લોકોમાં જ્યોતિષવિષયક અનેક વિષયો પર વિચાર કરવામાં આવ્યો છે. ૧. ભુવનદીપક-વૃત્તિ:
ભુવનદીપક' પર આચાર્ય સિંહતિલકસૂરિએ વિ.સં. ૧૩૨૬માં ૧૭૦૦ શ્લોકપ્રમાણ વૃત્તિની રચના કરી છે. સિંહતિલકસૂરિ જયોતિષ શાસ્ત્રના મર્મજ્ઞ વિદ્વાન હતા. તેમણે શ્રીપતિના “ગણિતતિલકપર પણ એક મહત્ત્વપૂર્ણ ટીકા લખી છે.
સિંહતિલકસૂરિ વિબુધચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે વર્ધમાનવિદ્યાકલ્પ, મંત્રરાજય રહસ્ય આદિ ગ્રંથોની રચના કરી છે. ૨. ભુવનદીપક-વૃત્તિઃ
મુનિ હેમતિલકે “ભુવનદીપક' પર એક વૃત્તિ રચી છે. સમય અજ્ઞાત છે. ૩. ભુવનદીપક-વૃત્તિઃ
દૈવજ્ઞ શિરોમણિએ ભુવનદીપક' પર એક વિવરણાત્મક વૃત્તિની રચના કરી છે. સમય જ્ઞાત નથી. આ ટીકાકાર જૈનેતર છે. ૪. ભુવનદીપક-વૃત્તિ:
કોઈ અજ્ઞાતનામા જૈન મુનિએ “ભુવનદીપક પર એક વૃત્તિ રચી છે. સમય પણ અજ્ઞાત છે. ઋષિપુત્રની કૃતિ :
ગર્ગાચાર્યના પુત્ર અને શિષ્ય નિમિત્તશાસ્ત્ર સંબંધી કોઈ ગ્રંથનું નિર્માણ કર્યું છે. ગ્રંથ પ્રાપ્ય નથી. કેટલાક વિદ્વાનોના મતે તેમનો સમય દેવલની પછી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org