________________
જ્યોતિષ
૧૭૫
બેડા જાતકવૃત્તિઃ
“જન્મસમુદ્ર પર નરચંદ્ર ઉપાધ્યાયે “બેડાજાતક' નામક સ્વોપજ્ઞ-વૃત્તિની રચના વિ.સં. ૧૩૨૪ની માધ-શુક્લા અષ્ટમી (રવિવાર)ના દિવસે કરી છે. આ વૃત્તિ ૧૦૫૦ શ્લોક-પ્રમાણ છે. આ ગ્રંથ હજી સુધી છપાયો નથી.
નરચંદ્ર ઉપાધ્યાયે પ્રશ્નશતક, જ્ઞાન-ચતુર્વિશિકા, લગ્નવિચાર, જ્યોતિષપ્રકાશ, જ્ઞાનદીપિકા આદિ જયોતિષ-વિષયક અનેક ગ્રંથો રચ્યા છે.
પ્રશ્નશતક :
કાસહગચ્છીય નરચંદ્ર ઉપાધ્યાયે “પ્રશ્નશતક' નામનો જ્યોતિષ-વિષયક ગ્રંથ વિ.સં.૧૩૨૪માં રચ્યો છે. તેમાં લગભગ સો પ્રશ્નોનું સમાધાન કર્યું છે. આ ગ્રંથ છપાયો નથી. પ્રશ્નશતક-અવચૂરિઃ
નરચંદ્ર ઉપાધ્યાયે પોતાના “પ્રશ્નશતક' ગ્રંથ પર વિ.સં. ૧૩૨૪માં સ્વોપન્ન અવચૂરિની રચના કરી છે. આ ગ્રંથ પ્રકાશિત નથી થયો. જ્ઞાનચતુર્વિશિકા :
કાસદગચ્છીય ઉપાધ્યાય નરચંદ્ર “જ્ઞાનચતુર્વિશિકા' નામના ગ્રંથની ૨૪ પદ્યોમાં રચના લગભગ વિ. સં. ૧૩૨૫માં કરી છે. તેમાં લગ્નાનયન, હોરાદ્યાનયન, પ્રશ્રાક્ષનાલગ્નાયન, સર્વલગ્નગ્રહબલ, પ્રશ્નયોગ, પતિતાદિજ્ઞાન, પુત્ર-પુત્રી જ્ઞાન, દોષજ્ઞાન, જયપૃચ્છા, રોગપૃચ્છા આદિ વિષયોનું વર્ણન છે. આ ગ્રંથ અપ્રકાશિત છે.' જ્ઞાનચતુર્વિશિકા-અવચૂરિઃ
જ્ઞાનચતુર્વિશિકા પર ઉપાધ્યાય નરચંદ્ર લગભગ વિ.સં. ૧૩૨૫માં સ્વોપજ્ઞ અવચૂરિની રચના કરી છે. આ ગ્રંથ પ્રકાશિત થયો નથી. જ્ઞાનદીપિકા :
કાસદૃગચ્છીય ઉપાધ્યાય નરચંદ્ર “જ્ઞાનદીપિકા' નામના ગ્રંથની રચના લગભગ વિ.સં. ૧૩૨૪માં કરી છે. ૧. આની એક પ્રતિ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં
છે. તે વિ. સં. ૧૭૦૮માં લખાયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org