________________
ગણિત
૧૬૫
આચાર્ય વીરસેને “પખણ્ડાગમ (કર્મપ્રાકૃત)ના પાંચ ખંડોની વ્યાખ્યા “ધવલા' નામથી શક સં. ૭૩૮ (વિ.સં. ૮૭૩)માં કરી છે. આ વ્યાખ્યા પરથી પ્રતીત થાય છે કે વીરસેનાચાર્ય સારા ગણિતજ્ઞ હતા. તેમણે “કસાયપાહુડ” પર “જયધવલા' નામની ટીકાની રચના કરવાનો પ્રારંભ કર્યો હતો પરંતુ ૨૦૦૦૦ શ્લોક-પ્રમાણ ટીકા લખ્યા પછી તેમનો સ્વર્ગવાસ થઈ ગયો.
સિદ્ધ-ભૂ-પદ્ધતિ’ પર પણ તેમણે ટીકાની રચના કરી, જેનાથી આ ગ્રંથ સમજવો સરળ થઈ ગયો.
ક્ષેત્રગણિતઃ
ક્ષેત્રગણિત'ના કર્તા નેમિચંદ્ર છે, તેવો ઉલ્લેખ “જિનરત્નકોશ' પૃ. ૯૮માં છે. ઈષ્ટાંકાંચવિંશતિકા ઃ
લોકાગચ્છીય મુનિ તેજસિંહે “ઇષ્ટાંકાંચવિંશતિકા” ગ્રંથ રચ્યો છે. તેમાં કુલ ૨૬ પડ્યો છે. આ ગ્રંથ ગણિતવિષયક છે. ૧ ગણિતસૂત્ર:
ગણિતસૂત્રના કર્તાનું નામ અજ્ઞાત છે, પરંતુ એટલું નિશ્ચિત છે કે આ ગ્રંથની રચના કોઈ દિગંબર જૈનાચાર્યે કરી છે. ૨ ગણિતસાર-ટીકાઃ
શ્રીધરકૃત “ગણિતસાર' ગ્રંથ પર ઉપકેશગચ્છીય સિદ્ધસૂરિએ ટીકા રચી છે. તેનો ઉલ્લેખ શ્રી અગરચંદજી નાહટાએ પોતાના “જૈનેતર ગ્રંથો પર જૈન વિદ્વાનોં કી ટીકા' શીર્ષક લેખમાં કર્યો છે. ગણિતતિલક-વૃત્તિ
શ્રીપતિકૃત ગણિતતિલકપર આચાર્ય વિબુધચંદ્રના શિષ્ય સિંહતિલકસૂરિએ
૧. તેની ૩ પત્રોની પ્રત અમદાવાદના લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહમાં
છે.
૨. તેની હસ્તલિખિત પ્રત આરાના જૈન સિદ્ધાંત ભવનમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org