________________
ગણિત
‘રાજસ્થાનકે જૈન શાસ્ત્રભંડારો કી ગ્રંથસૂચિ'માં જયપુરના ઠોલિઓના મંદિરના ભંડારમાં આ ગ્રંથની બે હસ્તિલિખિત પ્રતો, જેમાંની એક ૪૫ પત્રોની અને બીજી ૧૮ પત્રોની, હોવાનો ઉલ્લેખ છે.
૧૬૩.
ગણિતસારકૌમુદી :
જૈન ગૃહસ્થ વિદ્વાન ઠક્કર ફેરુએ ‘ગણિતસારકૌમુદી' નામના ગ્રંથની રચના પદ્યમાં પ્રાકૃતભાષામાં કરી છે. જેમાં તેમણે તેમના અન્ય ગ્રંથોની જેમ પૂર્વવર્તી સાહિત્યકારોનાં નામોનો ઉલ્લેખ કર્યો નથી.
ઠક્કર ફેરુએ પોતાની આ રચનામાં ભાસ્કરાચાર્યની ‘લીલાવતી'નો ઘણો ઉપયોગ કર્યો છે. બંને ગ્રંથોમાં ઘણે અંશે સામ્ય જોવા મળે છે. જેમ કે – પરિભાષા, શ્રેઢીવ્યવહાર, ક્ષેત્રવ્યવહાર, મિશ્રવ્યવહાર, ખાત્તવ્યવહાર, ચિતિવ્યવહાર, રાશિવ્યવહાર, છાયાવ્યવહાર આ વિષયવિભાગ જેવો ‘લીલાવતી’માં છે તેવો જ આમાં પણ છે. સ્પષ્ટ છે કે ઠક્કર ફેરુએ પોતાના ‘ગણિતસારકૌમુદી’ ગ્રંથની રચનામાં ‘લીલાવતી’ને જ આદર્શ ગણ્યો છે. ક્યાંક-ક્યાંક તો ‘લીલાવતી’નાં પઘો જ અનુવાદ કરીને મૂકી દીધા છે.
જે વિષયોનો ઉલ્લેખ ‘લીલાવતી’ નથી એવા દેશાધિકાર, વસ્ત્રાધિકાર, તાત્કાલિક ભૂમિકર, ધાન્યોત્પત્તિ આદિ ઇતિહાસ અને વિજ્ઞાનની દૃષ્ટિએ અતિ મૂલ્યવાન પ્રકરણો આમાં છે. તેનાથી ઠક્કર ફેરુની મૌલિક વિચારધારાનો પણ પરિચય મળે છે. આ પ્રકરણો નાના હોવા છતાં અતિ મહત્ત્વના છે. આ વિષયો પર તે સમયના અન્ય કોઈ વિદ્વાને પ્રકાશ પાડ્યો નથી. અલાઉદ્દીન અને કુતુબુદ્દીન બાદશાહોના સમયની સાંસ્કૃતિક અને સામાજિક સ્થિતિનું જ્ઞાન આમનાં જ સૂક્ષ્મતમ અધ્યયન પર નિર્ભર છે.
આ ગ્રંથના ક્ષેત્ર-વ્યવહાર-પ્રકરણમાં નામો સ્પષ્ટ કરવા માટે યંત્ર આપવામાં આવ્યાં છે. અન્ય વિષયોને પણ સુગમ બનાવવા માટે અનેક યંત્રોનું આલેખન કરવામાં આવ્યું છે. ઠક્કર ફેરુના યંત્રો ક્યાંક-ક્યાંક ‘લીલાવતી’ના યંત્રો સાથે મેળ નથી ખાતા.
ઠક્કર ફેરુએ પોતાની ગ્રંથ રચનામાં મહાવીરાચાર્યના ‘ગણિતસારસંગ્રહ’નો પણ ઉપયોગ કર્યો છે.
‘ગણિતસા૨કૌમુદી’માં લોકભાષાના શબ્દોનો પણ છૂટથી પ્રયોગ કરવામાં આવ્યો છે, જે ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org