________________
૧૬૪
લાક્ષણિક સાહિત્ય
આમાં યંગ-પ્રકરણમાં અંકસૂચક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
ઠક્કર ફેરુ ઠક્કર ચંદ્રના પુત્ર હતા. તેઓ દિલ્હીની ટંકશાળના અધ્યક્ષપદે નિયુક્ત હતા. તેમણે આ ગ્રંથ વિ.સં. ૧૩૭૨ થી ૧૩૮૦ની વચ્ચે રચ્યો હશે. આ ગ્રંથ હજી સુધી પ્રકાશિત થયો નથી. ઠક્કર ફેરુએ અન્ય કેટલાક ગ્રંથોની રચના કરી છે જે આ પ્રમાણે છે :
૧. વાસ્તુસાર, ૨. જયોતિસાર, ૩. રત્નપરીક્ષા, ૪. દ્રવ્ય પરીક્ષા (મુદ્રાશાસ્ત્ર), ૫. ભૂર્ગભપ્રકાશ, ૬. ધાતંત્પત્તિ, ૭. યુગપ્રધાન ચૌપાઈ. પાટીગણિત :
પાટીગણિત'ના કર્તા પલ્લીવાલ અનંતપાલ જૈન ગૃહસ્થ હતા. તેમણે નેમિચરિત' નામક મહાકાવ્યની રચના કરી છે. અનંતપાલના ભાઈ ધનપાલે વિ.સં. ૧૨૬૧માં “તિલકમંજરીકથાસાર'ની રચના કરી હતી.
આ પાટીગણિતમાં અંકગણિતવિષયક ચર્ચા જ હશે, એવું અનુમાન છે. ગણિત સંગ્રહ :
ગણિતસંગ્રહ' નામના ગ્રંથના રચયિતા યેલ્લાચાર્ય હતા. તેઓ જૈન હતા. યલાચાર્ય પ્રાચીન લેખક છે, પરંતુ તેઓ ક્યારે થઈ ગયા એ કહેવું મુશ્કેલ છે. સિદ્ધ-ભૂ-પદ્ધતિ
“સિદ્ધ-ભૂ-પદ્ધતિ' ગ્રંથ કોણે ક્યારે રચ્યો. તે નિશ્ચિત નથી. તેના ટીકાકાર વીરસેન ૯મી શતાબ્દીમાં વિદ્યમાન હતા. તેનાથી સિદ્ધભૂ-પદ્ધતિ તેના પહેલાં રચાઈ હતી તે નિશ્ચિત છે.
ઉત્તરપુરાણ'ની પ્રશસ્તિમાં ગુણભદ્ર પોતાના દાદાગુરુ વીરસેનાચાર્ય વિષયમાં ઉલ્લેખ કર્યો છે કે “સિદ્ધ-ભૂ-પદ્ધતિનું પ્રત્યેક પદ વિષમ હતું. તેના પર વીરસેનાચાર્ય ટીકા-નિર્માણ કરવાથી તે મુનિઓ માટે સમજવામાં સુગમ થઈ ગઈ.
તેમાં ક્ષેત્રગણિતનો વિષય હશે, તેવું અનુમાન છે. સિદ્ધ-ભૂ-પદ્ધતિ-ટીકાઃ
સિદ્ધ-ભૂ-પદ્ધતિ-ટીકા'ના કર્તા વીરસેનાચાર્ય છે. તેઓ આર્યનંદિના શિષ્ય, જિનસેનાચાર્ય પ્રથમના ગુરુ તથા “ઉત્તરપુરાણ'ના રચયિતા ગુણભદ્રાચાર્યના પ્રગુરુ હતા. તેમનો જન્મ શક સં. ૬૬૦ (વિ.સં. ૭૯૫) અને સ્વર્ગવાસ શક સં. ૭૪પ (વિ.સં. ૮૮૦)માં થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org