________________
સાતમું પ્રકરણ
કલા
ચિત્રવર્ણસંગ્રહ
સોમરાજારચિત “રત્નપરીક્ષા ગ્રંથના અંતમાં “ચિત્રવર્ણસંગ્રહના ૪૨ શ્લોકોનું પ્રકરણ અત્યંત ઉપયોગી છે.
તેમાં ભીંતચિત્ર બનાવવા માટે ભીંત કેવી હોવી જોઈએ, રંગ કેવી રીતે બનાવવો જોઈએ, કલમ-પીંછી કેવી હોવી જોઈએ, ઇત્યાદિ બાબતોનું વિગતવાર વર્ણન છે.
પ્રાચીન ભારતમાં સિત્તનવાસલ, અજંતા, બાઘ ઈત્યાદિ ગુફાઓ અને રાજામહારાજાઓ તથા શ્રેષ્ઠીઓના મહેલોમાં ચિત્રોનું જે આલેખન કરવામાં આવતું હતું તેની વિધિ આ નાના-એવા ગ્રંથમાં જણાવવામાં આવી છે.
આ પ્રકરણ પ્રકાશિત નથી થયું. કલાકલાપ :
વાયડગચ્છીય જિનદત્તસૂરિના શિષ્ય કવિ અમરચંદ્રસૂરિની કૃતિઓ બાબતે “પ્રબંધકોશમાં ઉલ્લેખ છે, જેમાં “કલાકલાપ' નામક કૃતિનો પણ નિર્દેશ છે. આ ગ્રંથનો શાસ્ત્રરૂપે ઉલ્લેખ છે, પરંતુ તેની કોઈ પણ પ્રત હજી સુધી પ્રાપ્ત થઈ નથી.
તેમાં ૭૨ કે ૬૪ કલાઓનું નિરૂપણ હોય તેવી સંભાવના છે. મષીવિચારઃ
મષીવિચાર' નામક એક ગ્રંથ જેસલમેરભાંડાગારમાં છે, તેમાં તાડપત્ર અને કાગળ પર લખવાની શાહી બનાવવાની પ્રક્રિયા જણાવવામાં આવી છે. તેનો જૈન ગ્રંથાવલી પૃ. ૩૬૨માં ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org