________________
૧૫O
લાક્ષણિક સાહિત્ય
બાલાવબોધકારે આ પ્રમાણે કહ્યું છે :
तेषां पदे सुविख्याताः सूरयोऽमरकीर्तयः।
तैश्चक्रे बालावबोधोऽयं छन्दःकोशाभिधस्य वै ॥ છન્દ કન્ટલી:
છન્દ કન્ડલી”ના કર્તાનું નામ હજી સુધી અજ્ઞાત છે. પ્રાકૃત ભાષામાં નિબદ્ધ આ ગ્રંથમાં “કવિ-દખ્ખણની પરિભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ગ્રંથ હજી સુધી પ્રકાશિત થયો નથી. છન્દસ્તત્ત્વ:
અંચલગચ્છીય મુનિ ધર્મનંદનગણિએ છન્દસ્તત્ત્વ' નામક છન્દવિષયક ગ્રંથની રચના કરી છે.'
આ ગ્રંથો સિવાય રામવિજયગણિરચિત છન્દ:શાસ્ત્ર, અજ્ઞાતકર્તૃક છન્દોડલંકાર જેના પર કોઈ અજ્ઞાતનામી આચાર્ય ટિપ્પણ લખી છે, મુનિ અજિતસેન રચિત છન્દ:શાસ્ત્ર, વૃત્તવાદ અને છન્દ:પ્રકાશ – આ ત્રણ ગ્રંથો, આશાધરકૃત વૃત્તપ્રકાશ, ચંદ્રકીર્તિકૃત છન્દ કોશ (પ્રાકૃત) અને ગાથારત્નાકર, છન્દોરૂપક, સંગીતસપિંગલ ઇત્યાદિ નામો મળે છે.
આ દૃષ્ટિએ જોવામાં આવે તો છન્દ શાસ્ત્રમાં જૈનાચાર્યોનું યોગદાન કંઈ ઓછું નથી. એટલું જ નહીં, આ આચાર્યોએ જૈનેતર લેખકોના છન્દશાસ્ત્રના ગ્રંથો પર ટીકાઓ પણ લખી છે. જૈનેતર ગ્રંથો પર જૈન વિદ્વાનોના ટીકાગ્રંથ:
શ્રુતબોધ - કેટલાક વિદ્વાનો વરરુચિને “શ્રુતબોધ'ના કર્તા માને છે અને કેટલાક કાલિદાસને. શીધ્ર કંઠસ્થ થઈ જાય તેવી સરળ અને ઉપયોગી ૪૪ પદ્યોની નાની એવી કૃતિ પોતાની પત્નીને સંબોધિત કરીને લખાઈ છે. છન્દોનાં લક્ષણો તે તે છંદોમાં જ આપ્યા છે.
આ ગ્રંથથી જાણી શકાય છે કે કવિઓએ પ્રસ્તાવિધિથી છંદોની વૃદ્ધિ નહીં કરીને લયસામ્યના આધાર પર ગુરુ-લધુ વર્ષોના પરિવર્તન દ્વારો જ નવીન છંદોની રચના કરી હશે.
૧. આની હસ્તલિખિત પ્રત છાણીના ભંડારમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org