________________
૧૪૮
લાક્ષણિક સાહિત્ય
ગાથાલક્ષણ વૃત્તિઃ
ગાથાલક્ષણ' છંદ-ગ્રંથ પર રત્નચંદ્ર મુનિએ વૃત્તિની રચના કરી છે. ટીકાના અંતમાં આ પ્રકારનો ઉલ્લેખ છે : નંદિતાચિસ્થ છદ્છી કૃતિઃ શ્રીફ્રેવીવીર્ય) शिष्येणाष्टोत्तरशतप्रकरणकर्तुर्महाकवेः पण्डितरत्नचन्द्रेणेति ।
माण्डव्यपुरगच्छीयदेवानन्दमने गिरा ।
टीकेयं रत्नचन्द्रेण नंदिताढ्यस्य निर्मिता ॥ ૧૦૮ પ્રકરણ-ગ્રંથોના રચયિતા મહાકવિ દેવાનંદાચાર્ય, જે માંડવ્યપુરગચ્છના હતા, તેમની આજ્ઞાથી તેમના જ શિષ્ય રત્નચંદ્ર નન્દિતાત્યના આ ગાથાલક્ષણની વૃત્તિ રચી છે.
આ વૃત્તિ પરથી ગાથાલક્ષણમાં પ્રયુક્ત પદ્યો કયા-ક્યા ગ્રંથોમાંથી ઉદ્ધત કરવામાં આવ્યા છે એ વાત જાણી શકાય છે. ટીકાની રચના વિશદ છે. કવિદર્પણ:
પ્રાકૃત ભાષામાં ગ્રથિત આ મહત્ત્વપૂર્ણ છંદ:કૃતિના કર્તાનું નામ અજ્ઞાત છે. તેઓ જૈન વિદ્વાન હશે તેવું અનુમાન કૃતિમાં આપવામાં આવેલા જૈન ગ્રંથકારોનાં નામ અને જૈન પરિભાષા જોતાં કરી શકાય. ગ્રંથકાર આચાર્ય હેમચંદ્રના છન્દોડનુશાસન'થી પરિચિત છે.
કવિદર્પણ'માં સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ, સમુદ્રસૂરિ, ભીમદેવ, તિલકસૂરિ, શાકંભરીરાજ, યશોઘોષસૂરિ અને સૂરપ્રભસૂરિનાં નામ નિર્દિષ્ટ છે. આ બધી વ્યક્તિ ૧૨-૧૩મી સદીમાં વિદ્યમાન હતી. આ ગ્રંથમાં જિનચંદ્રસૂરિ, હેમચંદ્રસૂરિ, સૂરપ્રભસૂરિ, તિલકસૂરિ અને (રત્નાવલીના કર્તા) હર્ષદેવની કૃતિઓમાંથી અવતરણો લેવામાં આવ્યા છે.
છ ઉદ્દેશાત્મક આ ગ્રંથમાં પ્રાકૃતના ૨૧ સમ, ૧૫ અર્ધસમ અને ૧૩ સંયુક્ત છંદ દર્શાવવામાં આવ્યા છે. ગ્રંથમાં ૬૯ ઉદાહરણો છે જે સ્વયં ગ્રંથકારે જ રચેલાં હોય તેમ જણાય છે. આમાં બધા પ્રાકૃત છંદોની ચર્ચા નથી, પોતાના સમયમાં પ્રચલિત મહત્ત્વપૂર્ણ છંદો લેવામાં આવ્યા છે. છંદોના લક્ષણનિર્દેશ અને વર્ગીકરણ દ્વારા કવિદર્પણકારની મૌલિક દૃષ્ટિનો યથેષ્ટ પરિચય મળે છે. આ ગ્રંથમાં છંદોનાં લક્ષણો અને ઉદાહરણો અલગ-અલગ આપવામાં આવ્યા છે.'
૧. આ ગ્રંથ વૃત્તિસહિત પ્રો. વેલણકરે સંપાદિત કરીને પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા
સંશોધન મંદિરના સૈમાસિક (પુ. ૧૬, પૃ. ૪૪-૮૯; પુ. ૧૭, પૃ. ૩૭-૬૦ અને ૧૭૪-૧૮૪)માં પ્રકાશિત કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org