________________
છંદ
૩૨ થી ૩૭ સુધી ગાથાના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ગોનો ઉલ્લેખ છે. બ્રાહ્મણમાં ગાથાના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બંનેમાં ગુરુવર્ણીનું વિધાન છે. ક્ષત્રિયમાં પૂર્વાર્ધમાં બધા ગુરુવર્ણો અને ઉત્તરાર્ધમાં બધા લઘુવર્ણો નિર્દિષ્ટ છે. વૈશ્યમાં તેનાથી ઊંધું થાય છે અને શૂદ્રમાં બંને પાદોમાં બધા લઘુવર્ણ આવે છે.
પઘ ૩૮-૩૯માં પૂર્વોક્ત ગાથા-ભેદોને ફરીથી આપવામાં આવ્યા છે. પદ્ય ૪૦ થી ૪૪ સુધી ગાથામાં પ્રયુક્ત લઘુ-ગુરુવર્ણોની સંખ્યા અનુસાર ગાથાના ૨૬ ભેદોનું કથન છે.
૧૪૭
પદ્ય ૪૫-૪૬માં લઘુ-ગુરુ જાણવાની રીત, પદ્ય ૪૭માં કુલ માત્રાસંખ્યા, પદ્ય ૪૮ થી ૫૧માં પ્રસ્તારસંખ્યા, પદ્ય પરમાં અન્ય છંદોની પ્રસ્તારસંખ્યા, પદ્ય ૫૩ થી ૬૨ સુધી ગાથા સંબંધી અન્ય ગણિતનો વિચાર છે. પદ્ય ૬૩ થી ૬૫માં ગાથાના ૬ ભેદોનાં લક્ષણો તથા પદ્ય ૬૬ થી ૬૯માં તેનાં ઉદાહરણો આપવામાં આવ્યા છે. પથ ૭૨ થી ૭૫ સુધી ગાથાવિચાર છે.
આ ગ્રંથ અહીં (૭૫ પઘો સુધીમાં) પૂર્ણ થઈ જવો જોઈએ. પદ્ય ૩૧માં કર્તાએ અવટ્ટ પ્રત્યે પ્રગટ કરેલા તિરસ્કાર છતાં પણ આ ગ્રંથમાં પદ્ય ૭૬ થી ૯૬ સુધી અપભ્રંશ-છંદ સંબંધી વિચાર આપવામાં આવ્યા છે, આથી આ પઘો ૫રવર્તી ક્ષેપક જણાય છે. પ્રો. વેલણકરે પણ આ જ મત પ્રગટ કર્યો છે.
પદ્ય ૭૬-૯૬માં અપ્રભ્રંશના કેટલાક છંદોનાં લક્ષણ અને ઉદાહરણ આ પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે : પદ્ય ૭૬-૭૭માં પદ્ધતિ, ૭૮-૭૯માં મદનાવતાર કે ચન્દ્રાનન, ૮૦-૮૧માં દ્વિપદી, ૮૨-૮૩માં વસ્તુક કે સાર્ધછન્દસ્, ૮૪ થી ૯૪માં દૂહા, તેના ભેદ, ઉદાહરણ તથા રૂપાંતર અને ૯૫-૯૬માં શ્લોક.
ગાથા-લક્ષણના બધા પદ્યો નંદિતાડ્યે રચેલાં હોય તેમ જણાતું નથી. તેનું ચોથુ પદ્ય ‘નાટ્યશાસ’ (અ. ૨૭)માં થોડા પાઠભેદ સાથે મળે છે, ૧૫મું પદ્ય ‘સૂયગડ’ની ચૂર્ણિ (પત્ર ૩૦૪)માં કેટલાક પાઠભેદ સાથે ઉપલબ્ધ થાય છે.
આ ‘ગાથાલક્ષણ’ના ટીકાકાર મુનિ રત્નચંદ્રે સૂચિત કર્યું છે કે ૫૭મું પદ્ય ‘રોહિણી-ચરિત્ર’માંથી, ૫૯મું અને ૬૦મું પદ્ય ‘પુષ્પદન્તચરિત્ર’માંથી અને ૬૧મું પદ્ય ‘ગાથાસહસ્રપથાલંકાર' માંથી લેવામાં આવ્યું છે.
૧. આ ગ્રંથ ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર ત્રૈમાસિક, પુ. ૧૪, પૃ. ૧-૩૮માં પ્રો. વેલણકરે સંપાદિત કરીને પ્રકાશિત કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org