________________
છંદ
૧૪૯
કવિદર્પણ-વૃત્તિઃ
કવિદર્પણ” પર કોઈ વિદ્વાને વૃત્તિની રચના કરી છે, તેનું નામ પણ અજ્ઞાત છે. વૃત્તિમાં “છન્દ:કન્ડલી' નામના પ્રાકૃત છન્દોગ્રંથનાં લક્ષણો આપવામાં આવ્યા છે. વૃત્તિમાં જે પ૭ ઉદાહરણો છે તે અન્યકર્તક છે. તેમાં સૂર, પિંગલ અને ત્રિલોચનદાસ – આ વિદ્વાનોની સંસ્કૃત અને સ્વયંભૂ, પાદલિપ્તસૂરિ અને મનોરથ - આ વિદ્વાનોની પ્રાકૃત કૃતિઓમાંથી અવતરણો આપવામાં આવ્યા છે. રત્નસૂરિ, સિદ્ધરાજ જયસિંહ, ધર્મસૂરિ અને કુમારપાળનાં નામોનો ઉલ્લેખ છે. આ નામો જોતાં વૃત્તિકાર પણ જૈન જણાય છે. છંદકોશ :
છન્દ કોશ'ના રચયિતા રત્નશેખરસૂરિ છે, જે ૧૫મી શતાબ્દીમાં થઈ ગયા. તેઓ બૃહગચ્છીય વજસેનસૂરિ (પછીથી રૂપાંતરિત નાગપુરીય તપાગચ્છના હેમતિલકસૂરિ)ના શિષ્ય હતા.
પ્રાકૃત ભાષામાં રચાયેલ આ છન્દ કોશ'માં કુલ ૭૪ પદ્યો છે. પદ્ય-સંખ્યા ૫ થી ૫૦ સુધી (૪૬ પઘો) અપભ્રંશ ભાષામાં રચેલાં છે. પ્રાકૃત છંદોમાંથી કેટલાક પ્રસિદ્ધ છંદોનાં લક્ષણ લક્ષ્ય-લક્ષણયુક્ત અને ગણ-માત્રાદિપૂર્વક આપવામાં આવ્યા છે. તેમાં અલ્લુ (અર્જુન) અને ગુહુ (ગોસલ) નામક લક્ષણકારોમાંથી ઉદ્ધરણો લેવામાં આવ્યા છે. છન્દ કોશ-વૃત્તિઃ
આ “છન્દ કોશ' ગ્રંથ પર આચાર્ય રત્નશેખરસૂરિના સંતાનીય ભટ્ટારક રાજરત્નસૂરિ અને તેમના શિષ્ય ચંદ્રકીર્તિસૂરિએ ૧૭મી શતાબ્દીમાં વૃત્તિની રચના કરી છે. છન્દ કોશ-બાલાવબોધ :
છન્દ કોશ' પર આચાર્ય માનકીર્તિના શિષ્ય અમરકીર્તિસૂરિએ ગુજરાતી ભાષામાં “બાલાવબોધ'ની રચના કરી છે. જે
૧. આનું પ્રકાશન ડૉ. બ્રિગે (Z D M G., Vol. 75 pp. 97 ft.) સન્ ૧૯૨૨માં કર્યું હતું.
ફરી ત્રણ હસ્તલિખિત પ્રતના આધાર પર પ્રો. એચ.ડી.વેલણકરે સંપાદિત કરી મુંબઇ વિશ્વવિદ્યાલય પત્રિકામાં સન્ ૧૯૩૩માં પ્રકાશિત કરેલ છે. ૨. આની એક હસ્તલિખિત પ્રત અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ
વિદ્યામંદિરમાં છે. પ્રતિ ૧૮મી શતાબ્દીમાં લખાઈ હોય તેમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org