________________
છંદ
૧૪૫
વૃત્તજાતિસમુચ્ચય:
“વૃત્તજાતિસમુચ્ચય' નામક છંદોગ્રન્થને કેટલાક વિદ્વાનો “કવિસિટ્ટ', કૃતસિદ્ધ' અને છંદોવિચિતિ' નામથી પણ ઓળખે છે. પદ્યમય પ્રાકૃત ભાષામાં નિબદ્ધ આ કૃતિ' ના કર્તાનું નામ છે વિરહાંક કે વિરહલાંછન.
કર્તાએ સદ્ભાવલાંછન, ગંધહસ્તી, અવલે પચિહુન અને પિંગલ નામક વિદ્વાનોને નમસ્કાર કર્યા છે. વિરહાંક ક્યારે થઈ ગયા, તે નિશ્ચિત નથી. તેઓ જૈન હતા કે નહીં, તે પણ જ્ઞાત નથી.
કાવ્યાદર્શ'માં “છન્દોવિચિતિનો ઉલ્લેખ છે, પરંતુ તે પ્રસ્તુત ગ્રંથ છે કે તેનાથી ભિન્ન એ કહેવું મુશ્કેલ છે. સિદ્ધહેમ-વ્યાકરણ(૮.૩.૧૩૪)માં આપવામાં આવેલ
અરાઇં' થી શરૂ થતું પદ્ય આ ગ્રંથ (૧.૧૩)માં પૂર્વાર્ધરૂપે આપેલું છે. સિદ્ધહેમવ્યાકરણ (૮.૨.૪૦)ની વૃત્તિમાં આપવામાં આવેલું “વિદ્ધકઈનિફવિએ પદ્ય પણ આ ગ્રંથ (૨.૮)માંથી લેવામાં આવ્યું હશે, કારણ કે તેના પૂર્વાર્ધમાં આ શબ્દ-પ્રયોગ છે. આનાથી આ છંદોગ્રન્થની પ્રામાણિકતાનો પરિચય મળે છે.
આ ગ્રંથમાં માત્રાવૃત્ત અને વર્ણવૃત્તની ચર્ચા છે. તે છ નિયમોમાં વિભક્ત છે. તેમાંથી પાંચમો નિયમ, જેમાં સંસ્કૃત સાહિત્યમાં પ્રયુક્ત છંદોનાં લક્ષણો આપવામાં આવ્યા છે, તે સંસ્કૃત ભાષામાં છે. બાકીના પાંચ નિયમો પ્રાકૃતમાં નિબદ્ધ છે.
છઠ્ઠા નિયમમાં શ્લોક પર-પ૩માં એક કોઇક આપવામાં આવ્યું છે, જે આ પ્રમાણે છે :
૪ અંગુલ = ૧ રામ ૩ રામ = ૧ વિતસ્તિ ૨ વિતતિ = ૧ હાથ ૨ હાથ = ૧ ધનુર્ધર ૨૦૦૦ ધનુર્ધર = ૧ કોશ ૮ કોશ = ૧ યોજન
૧. આની હસ્તલિખિત પ્રત વિ. સં. ૧૧૯૨ની મળે છે. 2. B411 vie Journal of the Bombay Branch of the Royal Asiatic SocietyHi 4012
થઈ ગયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org