________________
૧૪૪
લાક્ષણિક સાહિત્ય
૧. ન્યાયપ્રવેશ-પંજિકા, ૨. નિશીથચૂર્ણિ-ટિપ્પનક, ૩. નંદિસૂત્રહારિભદ્રીયવૃત્તિ-ટિપ્પનક, ૪. પંચોપાંગસૂત્રવૃત્તિ, ૫. શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર-વૃત્તિ ૬.પિંડવિશુદ્ધિવૃત્તિ, ૭. જીવકલ્પચૂર્ણિ-વ્યાખ્યા, ૮. સર્વસિદ્ધાન્તવિષમપદપર્યાય. સ્વયંભૂચ્છન્દઃ
સ્વયંભૂસ્કન્દમ્' ગ્રંથના કર્તા સ્વયંભૂને વેલણકર “પઉમચરિય” અને હરિવંશપુરાણ'ના કર્તાથી ભિન્ન માને છે, જ્યારે રાહુલ સાંકૃત્યાન અને હીરાલાલ જૈન આ ત્રણે ગ્રંથોના કર્તા એક જ સ્વયંભૂ હોવાનું માને છે. “સ્વયંભૂ૭ન્ટસમાં લેવામાં આવેલા કેટલાય અવતરણો “પઉમચરિય’માં મળે છે. તેનાથી પ્રતીત થાય છે કે હરિવંશપુરાણ, પહેમચરિય અને સ્વયંભૂચ્છન્દસના કર્તા એક જ સ્વયંભૂ છે. તેઓ જાતિએ બ્રાહ્મણ હતા, કવિ માઉરદેવ અને પદ્મિનીના પુત્ર હતા અને ત્રિભુવન સ્વયંભૂના પિતા હતા.
સ્વંયભૂચ્છન્દના સમાપ્તિસૂચક પદ્યો દ્વારા તે આઠ અધ્યાયોમાં વિભક્ત હોવાનો સંકેત મળે છે. પ્રથમ અધ્યાયના પ્રારંભિક ૨૨ પૃષ્ઠ ઉપલબ્ધ નથી. વર્ણવૃત્ત અક્ષર-સંખ્યા અનુસાર ૨૬ વર્ગોમાં વિભાજિત કરવાની પરિપાટીનું સ્વયંભૂ અનુસરણ કરે છે પરંતુ આ છંદોને સંસ્કૃતના છંદ ન માનીને પ્રાકૃત કાવ્યમાંથી તેમના ઉદાહરણો આપે છે. દ્વિતીય અધ્યાયમાં ૧૪ અર્ધસમવૃત્તોનો વિચાર કરવામાં આવ્યો છે. તૃતીય અધ્યાયમાં વિષમવૃત્તોનું પ્રતિપાદન છે. ચતુર્થથી અષ્ટમ અધ્યાય પર્યન્ત અપભ્રંશના છંદોની ચર્ચા કરવામાં આવી છે.
સ્વયંભૂની વિશેષતા એ છે કે તેમણે સંસ્કૃત વર્ણવૃત્તોના લક્ષણ-નિર્દેશ માટે માત્રાગણોનો ઉપયોગ કર્યો છે. છંદોનાં ઉદાહરણો પ્રાકૃત કવિઓના નામનિર્દેશપૂર્વક તેમની રચનાઓમાંથી આપ્યા છે. પ્રાકૃત કવિઓના ૨૦૬ પદ્યો ઉદ્ધત કર્યા છે. તેમાંથી ૧૨૮ પદ્યો સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ છંદોના ઉદાહરણરૂપે આપ્યા છે.
૧. ‘હિંદી કાવ્યધારા' પૃ. ૨૨ ૨. પ્રો. ભાયાણી : “ભારતીય વિદ્યા' વો. ૮, નં. ૮-૧૦, ઉદાહરણાર્થ સ્વયંભૂછન્દસ્ ૮,
૩૧; પઉમચરિય ૩૧,૧ 3. 241 riu Journal of the Bombay Branch of the Royal Asiatic Societyui
૧૯૩૫માં પ્રો. વેલણકર દ્વારા સંપાદિત થઈને પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org