________________
છંદ
૧૪૩
અધ્યાયોનો આરંભ જ નહીં, તેમની સમાપ્તિ પણ પિંગલની જેમ જ કરી છે. વૈદિક છંદોના લક્ષણો સૂત્રરૂપે જ આપ્યા છે, પરંતુ લૌકિક છંદોના નિરૂપણની શૈલી પિંગલથી ભિન્ન છે. તેમણે છંદોના લક્ષણો, જે-તે છંદોના પાદમાં જ દર્શાવ્યા છે, આ કારણે લક્ષણો જ ઉદાહરણની ગરજ સારે છે. આ શૈલીનું અવલંબન જયદેવના પરવર્તી કેટલાય છંદોના લક્ષણકારોએ લીધું છે. જયદેવછન્દોવૃત્તિ:
મુકુલ ભટ્ટના પુત્ર હષટ “જયદેવછન્દસ પર વૃત્તિની રચના કરી છે. આ વૃત્તિ જૈન વિદ્વાનોએ રચેલા ગ્રંથો પર જૈનેતર વિદ્વાનો દ્વારા રચિત વૃત્તિઓમાંથી એક છે.
કાવ્યપ્રકાશકાર મમ્મટે “અભિધાવૃત્તિ-માતૃકા'ના કર્તા મુકુલ ભટ્ટનો ઉલ્લેખ કર્યો છે. તેમનો સમય સન્ ૯૨૫ની આસપાસ છે. સંભવતઃ હર્ષદ આ મુકુલ ભટ્ટનો પુત્ર જ છે.
હર્ષટરચિત વૃત્તિની સન્ ૧૧૨૪ની હસ્તલિખિત પ્રત મળી છે તેથી તે તે સમય પહેલાં થઈ ગયો એ નિશ્ચિત છે. ટકારાંત નામ પરથી અનુમાન થઈ શકે કે તે કાશ્મીરી વિદ્વાન હશે.
જયદેવછંદ શાસ્ત્રવૃત્તિ-ટિપ્પનક :
શીલભદ્રસૂરિના શિષ્ય શ્રીચન્દ્રસૂરિએ વિ. ૧૩મી શતાબ્દીમાં જયદેવકૃત છન્દશાસ્ત્રની વૃત્તિ પર ટિપ્પણની રચના કરી છે. આ ટિપ્પણ કયા વિદ્વાનની કૃતિ પર છે, તે જાણી નથી શકાયું. કદાચ હર્ષટની વૃત્તિ પર જ આ ટિપ્પણ હોય. શ્રીચંદ્રસૂરિનું આચાર્યાવસ્થા પૂર્વેનું નામ પાર્ષદેવગણિ હતું, તેવો તેમણે ‘ચાયપ્રવેશપંચિકા'ની અંતિમ પુષ્યિકામાં નિર્દેશ કર્યો છે.
તેમના અન્ય ગ્રંથો આ પ્રમાણે છે :
૧. આ ગ્રન્થ હર્ષટની ટીકા સાથે “જયદામનું” નામક છંદોના સંગ્રહ-ગ્રંથમાં હરિતોષમાલા
ગ્રંથાવલી, મુંબઈથી સન્ ૧૯૪૯માં પ્રો. વેલણકર દ્વારા સંપાદિત થઈને પ્રકાશિત થયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org