________________
છંદ
૧૪૧
૧૮મી શતાબ્દીમાં વિદ્યમાન બિહારી મુનિએ અનેક ગ્રંથોની પ્રતિલિપિ કરી છે. તેમના વિષયમાં વધારે જાણવા મળતું નથી. પ્રસ્તારવિમલેન્દુની પ્રતિના અંતમાં આ પ્રકારનો ઉલ્લેખ છે : વિહારિમુનિના પન્ને ! કૃતિ પ્રસ્તારવિમલેન્તુઃ સમાપ્ત: | સં. ૨૦૭૪ मिति अश्विन् वदि १४ चतुर्दशी लिपीकृतं देवेन्द्रऋषिणा वैरोवालमध्ये केसरऋषिनिमत्तार्थम् ।
છન્દોદ્વાત્રિંશિકા :
ર
શીલશેખરગણિએ સંસ્કૃતમાં ૩૨ પઘોમાં છન્દોદ્વાત્રિંશિકા નામક એક નાની એવી પરંતુ ઉપયોગી રચના કરી છે. તેમાં મહત્ત્વના છંદોનાં લક્ષણો જણાવવામાં આવ્યા છે. તેનો પ્રારંભ આ પ્રમાણે થાય છે : વિદ્યુન્માતા ગૌ: ગૌ: પ્રમાળી સ્થાપ્ની તૌ । અંતે આવો ઉલ્લેખ છે ઃ ઇન્વોાત્રિંશિષ્ઠા સમાતા । વૃતિ: પષ્ડિતપુરન્તરાળાં शीलशेखरगणिविबुधपुङ्गवानामिति ॥
શીલશેખરગણિ ક્યારે થઈ ગયા અને તેમની બીજી રચનાઓ કઈ હતી, તે હજી સુધી જાણી શકાયું નથી.
જયદેવછન્દમ્ ઃ
છંદશાસ્ત્રના ‘જયદેવછંદમ્' નામના ગ્રંથના કર્તા જયદેવ નામના વિદ્વાન હતા. તેમણે પોતાના નામ પરથી જ આ ગ્રંથનું નામ ‘જયદેવછન્દસ્’ રાખ્યું છે. ગ્રંથના મંગલાચરણમાં પોતાના ઈષ્ટદેવ વર્ધમાનને નમસ્કાર કરવાથી પ્રતીત થાય છે કે તેઓ જૈન હતા. એટલું જ નહીં, તેઓ શ્વેતાંબર જૈનાચાર્ય હતા, તેમ હલાયુધ અને કેદારભટ્ટના ‘વૃત્તરત્નાકર'ના ટીકાકાર સુલ્હણે (વિ.સં. ૧૨૪૬) જયદેવને આપેલા ‘શ્વેતપટ’ વિશેષણથી જાણી શકાય છે.
જયદેવ ક્યારે થઈ ગયા, તે નિશ્ચિતરૂપે કહી શકાતું નથી, તો પણ વિ.સં.
૧. આવી ઘણી પ્રતો અમદાવાદના લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહમાં છે. ૧૫ પત્રોની પ્રસ્તારવિમલેન્દુની એક પ્રતિ વિ. સં. ૧૯૭૪માં લખેલી મળી છે.
૨. આ ગ્રન્થની એક હસ્તલિખિત પ્રત અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના હસ્તલિખિત સંગ્રહમાં છે. પ્રત ૧૭મી સદીમાં લખાઈ હોય તેમ જણાય છે.
૩. ‘અન્યત્ત્તો હિ વિતાનું' શ્વેતપટેન થવુત્તમ્ |
४. ‘अन्यदतो हि वितानं' शूद्रश्वेतपटजयदेवेन यदुक्तम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org