________________
૧૪૦
લાક્ષણિક સાહિત્ય
વૃત્તમૌક્તિક
ઉપાધ્યાય મેઘવિજયે છન્દ વિષયક “વૃત્તમૌક્તિક' નામના ગ્રંથની રચના સંસ્કૃતમાં કરી છે. તેની ૧૦ પત્રોની પ્રત મળે છે. ઉપાધ્યાયજીએ વ્યાકરણ, કાવ્ય, જયોતિષ, સામુદ્રિક, રમલ, યંત્ર, દર્શન અને અધ્યાત્મ આદિ વિષયો પર અનેક ગ્રંથોની રચના કરી છે, જેમનાથી તેમની સર્વતોમુખી પ્રતિભાનો પરિચય મળે છે.
પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારે પ્રસ્તાર-સંખ્યા, ઉદિષ્ટ, નષ્ટ આદિનું વિશદ વર્ણન કર્યું છે. વિષયને સ્પષ્ટ કરવા માટે તંત્ર પણ આપવામાં આવ્યાં છે. આ ગ્રંથ વિ.સં. ૧૭૫૫માં મુનિ ભાનુવિજયના અધ્યયનાર્થ રચવામાં આવ્યો છે. છન્દોશ્વતંસ:
છન્દોડવાંસ' નામના ગ્રંથના કર્તા ઉપાધ્યાય લાલચંદ્રગણિ છે, જે શાંતિ હર્ષવાચકના શિષ્ય હતા. તેમણે વિ.સં. ૧૭૭૧માં આ ગ્રંથની રચના કરી.
આ કૃતિ સંસ્કૃત ભાષામાં છે. તેમણે કેદારભટ્ટના “વૃત્તરત્નાકર'નું અનુસરણ કર્યું છે, પરંતુ તેમાંથી અતિ ઉપયોગી છંદો પર જ વિશદ શૈલીમાં વિવેચન કર્યું છે.
કવિ લાલચંદ્રગણિએ પોતાની રચનામાં નમ્રતા પ્રદર્શિત કરતાં વિદ્વાનોને આ ગ્રંથમાં રહી ગયેલી ત્રુટિઓ શુદ્ધ કરવાની પ્રાર્થના કરી છે. પ્રસ્તાવિમલેન્ડઃ
મુનિ બિહારીએ “પ્રસ્તારવિમલેન્દુ નામના છન્દ-વિષયક ગ્રંથની રચના કરી
૧. જૈન સત્યપ્રકાશ, વર્ષ ૧૨, અંક-૫-૬. ૨. “પ્રસ્તાવિ સંહોયં વિવૃતા વૃતમૌ િ ૩. મિચર્યાશ્વ-ધૂ (૨૭q૬) વર્ષે પ્રૌઢિવાડમવત્ શ્રિયે !
भान्वादिविजयाध्यायहेतुतः सिद्धिमाश्रितः ॥ ४. तत् सर्वे गुरुराजवाचकवरश्रीशान्तिहर्षप्रभोः ।
शिष्यस्तत्कृपया व्यधत्त सुगमं श्रीलालचन्द्रो गणिः ।। ૫. વિમાન્ય શશ--ગૂધર-વિઝિરિ (૨૭) fમ વર્ષે |
माधवसिततृतीयायां रचितः छन्दोऽवतंसोऽयम् ॥ ६. क्वचित् प्रमादाद् वितथं मयाऽस्मिश्छन्दोवतंसे स्वकृते यदुक्तम् । संशोध्य तन्निर्मलयन्तु सन्तो विद्वत्सु विज्ञप्तिरियं मदीया ॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org