________________
છંદ
૧૩૧
એવો નિર્દેશ કર્યો છે. તેથી તેનું નામ “છન્દોવિચિતિ’ પણ છે, તેમ જણાય છે.
સૂત્રબદ્ધ આ ગ્રંથમાં નાના-નાના આઠ અધ્યાય છે અને કુલ મળીને ૨૩૦ સૂત્રો છે. આ ગ્રંથ મુખ્યત્વે વર્ણવૃત્ત-વિષયક છે. તેમાં વૈદિક છંદોનું નિરૂપણ નથી કરવામાં આવ્યું. તેમાં આપવામાં આવેલ કેટલાક છંદોનાં નામ આચાર્ય હેમચંદ્રનાં છન્દોડનુશાસન' સિવાય બીજા ગ્રંથોમાં ઉપલબ્ધ થતાં નથી. આ ગ્રંથના ઉદાહરણોમાં જૈનત્વની અસર જોવામાં આવે છે અને તેના ટીકાકાર જૈન છે આથી મૂળ કર્તા પણ જૈન હોવાથી સંભાવના જણાય છે.
પ્રથમ અધ્યાયમાં વિવિધ સંજ્ઞાઓનું નિરૂપણ છે. છંદ શાસ્ત્રમાં પિંગલે ગણો માટે મ્, , , તુ, , મ, ૧- આ આઠ ચિહ્નો બતાવ્યાં છે, જયારે આ ગ્રંથમાં તેના બદલે ક્રમશઃ , , , ૫, , , , સ્- આ આઠ વ્યંજન અને મા, , ગૌ, રું, , ૩, - આ આઠ સ્વર-આ રીતે બે પ્રકારની સંજ્ઞાઓની યોજના કરવામાં આવી છે. પછી બે દીર્ઘ વર્ગો માટે ય, એક હૃસ્વ અને એક દીર્ઘ માટે, એક દીર્ઘ અને એક હૃસ્વ માટે 7, બે હૃસ્વ વર્ગો માટે , એક દીર્ઘ વર્ગ માટે અને એક હૃસ્વ વર્ણ માટે
સંજ્ઞાઓનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમાં ૧, ૨, ૩, ૪ અંકો માટે ૪, તા, , વી ઇત્યાદિનો; ક્યાંક-ક્યાંક | ના પ્રક્ષેપની સાથે પ્રયોગ કર્યો છે, જેમ કે ૮ - ઢ = - ૧, ફાળું = ૨.
બીજા અધ્યાયમાં આર્યા, ગીતિ, આયંગીતિ, ગલિતક અને ઉપચિત્રક વર્ગના અર્ધસમવૃત્તોનાં લક્ષણો આપવામાં આવ્યા છે.
ત્રીજા અધ્યાયમાં વૈતાલીય, માત્રાવૃત્તોના માત્રામક વર્ગો, ગીત્યાર્યા, વિશિખા, કુલિક, નૃત્યગતિ અને નચરણનાં લક્ષણો બતાવ્યાં છે. આચાર્ય હેમચંદ્ર સિવાય નૃત્યગતિ અને નટચરણનો નિર્દેશ કોઈ છંદ-શાસ્ત્રીએ કર્યો નથી.
ચતુર્થ અધ્યાયમાં વિષમવૃત્તના ૧. ઉગતા, ૨.દામાવારા એટલે કે પદચતુર્થ્વ અને ૩. અનુષ્ટ્રવક્ટનો વિચાર કર્યો છે.
પિંગલ આદિ છંદ-શાસ્ત્રી ત્રણ પ્રકારના ભેદોનો અનુરુભ્રવર્ગના છંદોના પ્રતિપાદન સમયે જ નિર્દેશ કરે છે, જ્યારે પ્રસ્તુત ગ્રંથકાર વિષમવૃત્તોનો પ્રારંભ કરતાં જ તેમાં અનુષ્ટ્રભુવન્નનો અંતર્ભાવ કરે છે. આથી જણાય છે કે ગ્રંથકારનો આ વિભાગ હેમચંદ્ર દ્વારા પુરસ્કૃત જૈન પરંપરાને જ અનુસરે છે.
પંચમ-પષ્ઠ-સપ્તમ અધ્યાયોમાં વર્ણવૃત્તોનું નિરૂપણ છે. તેમનો છ-છ અક્ષરવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org