________________
૧૩૨
લાક્ષણિક સાહિત્ય
ચાર ચરણોથી યુક્ત ગાયત્રીથી લઈને ઉત્કૃતિ સુધીના ૨૧ વર્ગોમાં વિભાજિત કરીને વિચાર કર્યો છે.
આ અધ્યાયોમાં આપવામાં આવેલા ૮૫ વર્ણવૃત્તોમાંથી ૨૧ વર્ણવૃત્તોનો નિર્દેશ ન તો પિંગલે કર્યો છે કે ન તો કેદાર ભટ્ટ. આ જ રીતે રત્નમંજૂષાકારે પણ પિંગલના સોળ છંદોનો ઉલ્લેખ નથી કર્યો.
પાંચમા અધ્યાયના પ્રારંભમાં સમગ્ર વર્ણવૃત્તોને સમાન, પ્રમાણ અને વિતાનઆ ત્રણ વર્ગોમાં વિભક્ત કરવામાં આવ્યા છે, પરંતુ અધ્યાય પ-૭માં આપવામાં આવેલા સમસ્ત વૃત્તો વિતાન વર્ગના છે. આ રીતે ૨૧ વર્ગોના વૃત્તોનું આવું વિભાજન કોઈ અન્ય છંદ-ગ્રંથમાં નથી, એ જ આ ગ્રંથની વિશેષતા છે.
આઠમા અધ્યાયમાં ૧. પ્રસ્તાર, ૨. નષ્ટ, ૩. ઉદિષ્ટ, ૪. લગક્રિયા, ૫. સંખ્યાન અને ૬. અધ્વનું - આ રીતે છ પ્રકારના પ્રત્યયોનું નિરૂપણ છે. રત્નમંજૂષા-ભાષ્યઃ
રત્નમંજૂષા' પર વૃત્તિરૂપ ભાષ્ય મળે છે, પરંતુ તેના કર્તા કોણ હતા તે અજ્ઞાત છે. તેમાં આપવામાં આવેલા મંગલાચરણ અને ઉદાહરણો પરથી ભાષ્યકાર તો જૈન હોવાનું પ્રમાણિત થાય છે.
તેમાં આપવામાં આવેલા ૮૫ ઉદાહરણોમાંથી ૪૦ તો તે-તે છંદોનાં નામ સૂચક છે, આથી એમ કહી શકાય કે છંદોનાં યથાવત જ્ઞાન માટે ભાષ્યની રચના સમયે ભાષ્યકારે જ ઉદાહરણોની રચના કરી હશે અને છંદોના નામરહિત કેટલાક ઉદાહરણો અન્ય કૃતિકારોનાં હશે.
તેમાં “અભિજ્ઞાનશાકુન્તલ' (અંક ૧, શ્લોક ૩૩), “પ્રતિજ્ઞાયૌગન્દરાયણ' (૨,૩) ઇત્યાદિનાં પદ્યો ઉદ્ધત કરવામાં આવ્યા છે. ભાષ્યમાં ત્રણ સ્થાનો પર સૂત્રકારનો “આચાર્ય' કહીને નિર્દેશ કરવામાં આવ્યો છે.
અધ્યાય ૮ના અંતિમ ઉદાહરણમાં નિર્દિષ્ટ “પચ્છસ રમત: પુત્રીન્દ્રવિત:' વાક્યથી જાણી શકાય છે કે તેના કર્તા કદાચ પુન્નાગચંદ્ર કે નાગચંદ્ર હોય. ધનંજય કવિરચિત “વિષાપહારસ્તોત્ર'ના ટીકાકારનું નામ પણ નાગચંદ્ર છે. તેઓ જ આના કર્તા તો નથી ને? અન્ય પ્રમાણોના અભાવે કંઈ કહી શકાય નહીં. છંદ શાસ્ત્ર:
બુદ્ધિસાગરસૂરિ (૧૧મી સદી)એ “છંદ શાસ્ત્રની રચના કરી, એવો ઉલ્લેખ વિ.સં. ૧૧૩૯માં ગુણચંદ્રસૂરિરચિત “મહાવીરચરિયની પ્રશસ્તિમાં છે. પ્રશસ્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org