________________
૧૩૫
પ્રથમ અધ્યાયમાં છંદ-વિષયક પરિભાષા એટલે કે વર્ણગણ, માત્રાગણ, વૃત્ત, સમવૃત્ત, વિષમવૃત્ત, અર્ધસમવૃત્ત, પાદ અને યતિનું નિરૂપણ છે.
બીજા અધ્યાયમાં સમવૃત્ત છંદોના પ્રકાર, ગણોની યોજના અને અંતમાં દંડકના પ્રકાર બતાવવામાં આવ્યા છે. તેમાં ૪૧૧ છંદોનાં લક્ષણ આપવામાં આવ્યા છે.
ત્રીજા અધ્યાયમાં અર્ધસમ, વિષમ, વૈતાલીય, માત્રામક આદિ ૭૨ છંદોનાં લક્ષણો આપવામાં આવ્યા છે.
ચોથા અધ્યાયમાં પ્રાકૃત છંદોના આર્યા, ગલિતક, ખંજક અને શીર્ષક નામથી ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. તેમાં પ્રાકૃતના બધા માત્રિક છંદોની વિવેચના
પાંચમા અધ્યાયમાં અપભ્રંશના ઉત્સાહ, રાસક, રા, રાસાવલય, ધવલમંગલ આદિ છંદોનાં લક્ષણો આપ્યા છે.
છઠ્ઠા અધ્યાયમાં ધ્રુવા, ધ્રુવક એટલે કે ઘત્તાનાં લક્ષણ છે અને ષટ્રપદી તથા ચતુષ્પદીના વિવિધ પ્રકારો વિશે ચર્ચા છે.
સાતમા અધ્યાયમાં અપભ્રંશ-સાહિત્યમાં પ્રયુક્ત દ્વિપદીની વિવેચના છે. આઠમા અધ્યાયમાં પ્રસ્તાર આદિ વિષયક ચર્ચા છે.
આ વિષયાનુક્રમથી સ્પષ્ટ થાય છે કે આ ગ્રંથ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશના વિવિધ છંદો પર સર્વાગપૂર્ણ પ્રકાશ પાડે છે. વિશેષતાની દૃષ્ટિએ જોઈએ તો વૈતાલીય અને માત્રાસમકના કેટલાક નવા ભેદ, જેનો નિર્દેશ પિંગલ, જયદેવ, વિરહાંક, જયકીર્તિ આદિ પૂર્વવર્તી આચાર્યોએ કર્યો ન હતો, તે હેમચંદ્રસૂરિએ પ્રસ્તુત કર્યા, જેમ કે દક્ષિણાંતિકા, પશ્ચિમાંતિકા, ઉપહાસિની, નટચરણ, નૃત્તગતિ. ગલિતક, ખંજક અને શીર્ષકના ક્રમશઃ જે ભેદ બતાવવામાં આવ્યા છે તે પણ પ્રાયઃ નવીન છે.
કુલ સાત-આઠ સો છંદો પર વિચાર કર્યો છે. માત્રિક છંદોનાં લક્ષણો દર્શાવનારા હેમચંદ્રના છંદોડનુશાસન' નું મહત્ત્વ નવીન માત્રિક છંદોના ઉલ્લેખની દષ્ટિએ ઘણું વધારે છે. એમ કહી શકાય કે છંદના વિષયમાં આવી સુગમ અને સાંગોપાંગ અન્ય કૃતિ સુલભ નથી.'
૧. આ ગ્રંથ સ્વોપજ્ઞવૃત્તિ સાથે સિંઘી જૈન ગ્રંથમાલા, મુંબઈથી પ્રો. વેલણકર દ્વારા સંપાદિત
થઈને નવી આવૃત્તિ રૂપે પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org