________________
છંદ
૧૩૩
કહેવામાં આવ્યું છે કે બુદ્ધિસાગરસૂરિએ ઉત્તમ વ્યાકરણ અને “છંદ શાસ્ત્ર'ની રચના કરી.
તેમણે વિ.સં. ૧૦૮૦માં “પંચગ્રંથી' નામના સંસ્કૃત-વ્યાકરણની રચના કરી હતી. આ ગ્રંથ જેસલમેરના ગ્રંથભંડારમાં છે. પરંતુ તેમણે રચેલા “છંદ શાસ્ત્ર'ની હજી સુધી ભાળ મળી નથી, આથી તેના વિશે વધારે કશું કહી શકાતું નથી.
સંવત ૧૧૪૦માં વર્ધમાનસૂરિ-રચિત “મનોરમાકહાની પ્રશસ્તિ પરથી જાણી શકાય છે કે જિનેશ્વરસૂરિ અને તેમના ગુરુભાઈ બુદ્ધિસાગરસૂરિએ વ્યાકરણ, છંદ, કાવ્ય, નિઘટ્ટ, નાટક, કથા, પ્રબંધ ઇત્યાદિ વિષયક ગ્રંથોની રચના કરી છે, પરંતુ તેમણે રચેલા કાવ્ય, નાટક, પ્રબંધ આદિના વિષયમાં હજી સુધી કશું જાણવામાં આવ્યું નથી. છંદોનુશાસનઃ
છન્દોનુશાસન' ગ્રંથના રચયિતા જયકીર્તિ કન્નડ પ્રદેશ નિવાસી દિગંબર જૈનાચાર્ય હતા. તેમણે પોતાના ગ્રંથમાં સન્ ૯૫૦માં થઈ જનારા કવિ અસગનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આથી તેઓ સન્ ૧૦૦૦ની આસપાસમાં થઈ ગયા હોય, તેવો નિષ્કર્ષ કાઢી શકાય.
સંસ્કૃત ભાષામાં નિબદ્ધ જયકીર્તિનું “છંદોનુશાસન' પિંગલ અને જયદેવની પરંપરા અનુસાર આઠ અધ્યાયોમાં વિભક્ત છે. આ રચનામાં ગ્રંથકારે જનાશ્રય, જયદેવ, પિંગલ, પાદપૂજય (પૂજ્યપાદ), માંડવ્ય અને સૈતવની છંદોવિષયક કૃતિઓનો ઉપયોગ કર્યો છે. જયકીર્તિના સમયમાં વૈદિક છંદોનો પ્રભાવ પ્રાયઃ સમાપ્ત થઈ ગયો હતો. એ કારણે અને એક જૈન હોવાને લીધે પણ તેમણે પોતાના ગ્રંથમાં વૈદિક છંદોની ચર્ચા કરી નથી.
આ સમસ્ત ગ્રંથ પદ્યબદ્ધ છે. ગ્રંથકારે સામાન્ય વિવેચન માટે અનુપુ, આર્યા અને સ્કન્ધક (આર્યાગીતિ) – આ ત્રણ છંદોનો આધાર લીધો છે, પરંતુ છંદોનાં લક્ષણો પૂર્ણતઃ કે અંશતઃ તે જ છંદોમાં આપવામાં આવ્યાં છે જેમાં તે લક્ષણો છે. જુદા ઉદાહરણો આપવામાં આવ્યા નથી. આ રીતે આ ગ્રંથમાં લક્ષણ-ઉદાહરણમય છંદોનું વિવેચન કરવામાં આવ્યું છે.
૧. આ “જયદામનું નામક સંગ્રહ-ગ્રંથમાં છપાયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org