________________
લાક્ષણિક સાહિત્ય
આ એક વિચારણીય પ્રશ્ન છે કે મુનિ નંદિષણના ‘અજિત-શાન્તિસ્તવ’ (પ્રાકૃત)માં પ્રયુક્ત છંદોનાં નામ હેમચંદ્રના ‘છન્દોઽનુશાસન'માં શા માટે નથી ? છન્દોનુશાસન-વૃત્તિ ઃ
આચાર્ય હેમચંદ્રસૂરિએ પોતાના ‘છન્દોડનુશાસન' પર સ્વોપજ્ઞ વૃત્તિની રચના કરી છે, જેનું અપર નામ ‘છંદચૂડામણિ’ પણ છે. આ સ્વોપજ્ઞ વૃત્તિમાં આપવામાં આવેલા સ્પષ્ટીકરણ અને ઉદાહરણ ‘છન્દોડનુશાસન'ની મહત્તાને વધારે છે. તેમાં ભરત, ચૈતવ, પિંગલ, જયદેવ, કાશ્યપ, સ્વયંભૂ આદિ છંદશાસ્ત્રીઓનો અને સિદ્ધસેન (દિવાકર), સિદ્ધરાજ, કુમારપાળ આદિનો ઉલ્લેખ છે. કુમારપાળના ઉલ્લેખથી આ કૃતિ તેમના જ સમયમાં રચાઈ છે, એમ ફલિત થાય છે.
૧૩૬
આ વૃત્તિમાં જે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશનાં પદ્યો છે તેમનું ઐતિહાસિક અને શાસ્ત્રીય ચર્ચાની દૃષ્ટિએ મહત્ત્વ હોવાથી આ બધાનાં મૂળ આધારસ્થાનો શોધવા જોઈએ.
૧. ‘નમોડસ્તુ વર્ધમાનાય' થી શરૂ થનાર પદ્ય યતિના ઉદાહરણમાં અ.૧, સૂ. ૧૫ની વૃત્તિમાં આપવામાં આવ્યું છે.
૨. ‘નતિ વિનિતાન્યતેના....' પદ્ય અ.૪, સૂ. ૫૫ની વૃત્તિમાં છે.
૩. ઉપજાતિના ચૌદ પ્રકારો અ.૨, સૂ. ૧૫૫ની વૃત્તિમાં દર્શાવીને ‘દશવૈકાલિક’ અ.૨નું પાંચમું પદ્ય અને અ.૯, ઉ.૧ના બીજા પદ્યના અંશ ઉષ્કૃત કર્યા
છે.
૪. અ.૪, સૂ. પની વૃત્તિના ‘કમલા’થી શરૂ થનારા ત્રણ પદ્ય ‘ગાહાલક્ષણ’ના ૪૦ થી ૪૨ પદ્યના રૂપમાં કેટલાક પાઠભેદપૂર્વક જોવામાં આવે છે.
૫. અ.પ, સૂ. ૧૬ની વૃત્તિમાં ‘તિલકમંજરી’નું ‘શુષ્કશિખરિણી’થી શરૂ થતું પદ્ય ઉદ્ધૃત કર્યું છે.
૬. અ.૬, સૂ.૧ની વૃત્તિમાં મુંજના પાંચ દોહા મુખ્ય પ્રતીકરૂપે આપીને તેમને કામદેવના પાંચ બાણો તરીકે દર્શાવ્યા છે.
૭. અ.૭માં દ્વિપદી ખંડનાં ઉદાહરણ હર્ષની ‘રત્નાવલી'માંથી આપવામાં આવ્યા છે.
આ એક જાણવા જેવી વાત છે કે અ.૪, સૂ.૧ની વૃત્તિમાં ‘આર્યા’ને સંસ્કૃતર
ભાષાઓમાં ‘ગાથા' કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org