________________
ચોથું પ્રકરણ
છંદ
“છંદ' શબ્દ ઘણા અર્થોમાં વપરાયો છે. પાણિનિના “અષ્ટાધ્યાયીમાં છંદસ શબ્દ વેદોનો બોધક છે. “ભગવદ્ગીતામાં વેદોને છંદમ્ કહેવામાં આવ્યા છેઃ
ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहरव्ययम्
છાણિ યસ્થ પનિ યસ્ત રે સા વેરવિ (૧૫.૧) અમરકોશ (છઠ્ઠી શતાબ્દી)માં “મમyઈન્દ્ર મશઃ' (૩.૨૦) – “છંદનો અર્થ “મનની વાત” કે “અભિપ્રાય કરવામાં આવ્યો છે. તેમાં અન્યત્ર (૩.૮૮) “છંદ શબ્દનો “વશ” અર્થ જણાવવામાં આવ્યો છે. તેમાં જ ‘ઇન્ટ પsfખનારે ' (૩.૨૩૨). – છંદનો અર્થ ‘પદ્ય” અને “અભિલાષ” પણ કરવામાં આવ્યો છે.
તેથી “છંદ' શબ્દનો પ્રયોગ પદ્યના અર્થમાં પણ અતિ પ્રાચીન જણાય છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને છંદસ – આ છ વેદાંગોમાં “છંદ શાસ્ત્રીને ગણવામાં આવ્યું છે.
છંદ' શબ્દનો પર્યાયવાચી “વૃત્ત' શબ્દ છે, પરંતુ તે શબ્દ છંદની જેમ વ્યાપક નથી.
છંદ:શાસ્ત્રનો અર્થ છે અક્ષર યા માત્રાઓના નિયમથી ઉદ્ભૂત એવા વિવિધ વૃત્તોની શાસ્ત્રીય વિચારણા. સામાન્યપણે આપણા દેશમાં સર્વપ્રથમ પદ્યાત્મક કૃતિની રચના થઈ છે આથી પ્રાચીનતમ “ઋગ્વદ' આદિનાં સૂક્તો છંદમાં જ રચાયેલાં છે. તેવી જ રીતે જૈનોના આગમગ્રંથો પણ અંશતઃ છંદમાં રચાયેલા છે. જૈનાચાર્યોએ છંદશાસ્ત્રના અનેક ગ્રંથો લખ્યા છે. આ ગ્રંથોના વિષયમાં આપણે અહીં વિચાર કરીશું. રત્નમંજૂષા :
સંસ્કૃતમાં રચાયેલા “રત્નમંજૂષા" નામક છંદ-ગ્રંથના કર્તાનું નામ અજ્ઞાત છે. તેના પ્રત્યેક અધ્યાયના અંતમાં ટીકાકારે ‘તિ રતગૂષાયાં છન્દ્રોવિચિત્યાં ભાષ્યતઃ'
૧. આ ગ્રંથ “સભાષ્ય-રત્નમંજૂષા'નામથી ભારતીય જ્ઞાનપીઠ, કાશીથી સન્ ૧૯૪૯માં
પ્રો. વેલણકર દ્વારા સંપાદિત થઈને પ્રકાશિત થયો છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org