________________
અલંકાર
૧૨૯
વિદગ્ધમુખમંડન-બાલાવબોધઃ
આચાર્ય જિનચંદ્રસૂરિ (વિ.સં. ૧૪૮૭-૧૫૩૦)ના શિષ્ય ઉપાધ્યાય મેરુસુંદરે વિદગ્ધ મુખમંડન' પર જૂની ગુજરાતીમાં “બાલાવબોધ'ની ૧૪૫૪ શ્લોક-પ્રમાણ રચના કરી છે. તેમણે ષષ્ટિશતક, વાભદાલંકાર, યોગશાસ્ત્ર ઈત્યાદિ ગ્રંથો પર પણ બાલાવબોધો રચ્યા છે. અલંકારવચૂર્ણિઃ
કાવ્યશાસ્ત્રવિષયક કોઈ ગ્રંથ પર ‘અલંકારાવચૂર્ણિ” નામની ટીકાની ૧૨ પત્રોની હસ્તલિખિત પ્રત પ્રાપ્ત થાય છે. આ ૩૫૦ શ્લોકોની પાંચ પરિચ્છેદાત્મક કોઈ કૃતિ પર ૧૫૦૦ શ્લોક-પરિમાણ વૃત્તિ-અવચૂરિ છે. તેમાં મૂળ કૃતિનાં પ્રતીક જ આપવામાં આવ્યા છે. મૂળ કૃતિ કઈ છે, તેનો નિર્ણય થતો નથી. આ અવસૂરિના કર્તા કોણ છે, તે પણ અજ્ઞાત છે. અવચૂરિમાં એક જગ્યાએ (૧૨મા પત્રમાં) “જિન”નો ઉલ્લેખ છે. તેનાથી તથા “અવચૂરિ' નામથી પણ આ ટીકા કોઈ જૈનની કૃતિ હશે તેમ અનુમાન થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org