________________
૧૧૪
લાક્ષણિક સાહિત્ય
श्रुत्वा ध्वनेर्मधुरतां सहसाक्तीर्णे
भूमौ मृगे विगतलाञ्छन एव चन्द्रः । मा गान्मदीयवदनस्य तुलामतीव
गीतं न गायतितरां युवतिर्निशासु ॥ આ સમસ્યાપૂર્તિથી બધા પ્રસન્ન થયા અને આચાર્ય અમરચંદ્રસૂરિ સમસ્ત કવિમંડલમાં શ્રેષ્ઠ કવિના રૂપમાં માન પામવા લાગ્યા. તેઓ “વેણીકપાણ અમર' નામથી પણ પ્રખ્યાત છે.
તેમણે અનેક ગ્રંથોની રચના કરી છે, જેના આધારે જાણી શકાય છે કે તેઓ વ્યાકરણ, અલંકાર, છંદ ઇત્યાદિ વિષયોમાં ખૂબ પ્રવીણ હતા. તેમની રચનાશૈલી સરળ, મધુર, સ્વસ્થ અને નૈસર્ગિક છે. તેમની રચનાઓ શબ્દાલંકારો અને અર્થાલંકારોથી મનોહર બની છે. તેમના અન્ય ગ્રંથો આ છે: ૧. સ્વાદિશબ્દસમુચ્ચય, ૨. પહ્માનંદકાવ્ય, ૩. બાલભારત, ૪. છંદોરત્નાવલી, ૫. દ્વૌપદીસ્વયંવર, ૬. કાવ્યકલ્પલતામંજરી, ૭. કાવ્યકલ્પલતા-પરિમલ, ૮, અલંકારપ્રબોધ, ૯. સૂક્તાવલી, ૧૦. કલાકલાપ આદિ. કાવ્યકલ્પલતાપરિમલ-વૃત્તિ તથા કાવ્યકલ્પલતામંજરી-વૃત્તિઃ
“કાવ્યકલ્પલતા-વૃત્તિ' પર જ આચાર્ય અમરચંદ્રસૂરિએ સ્વોપા કાવ્યકલ્પલતામંજરી', જે હજી સુધી પ્રાપ્ત થઈ નથી, તથા ૧૧૨૨ શ્લોક-પરિમાણ કાવ્યકલ્પલતાપરિમલ' વૃત્તિઓની રચના કરી છે.” કાવ્યકલ્પલતાવૃત્તિ-મકરન્દટીકાઃ
“કાવ્યકલ્પલતાવૃત્તિ પર આચાર્ય હીરવિજયસૂરિના શિષ્ય શુભવિજયજીએ વિ.સં. ૧૬૬૫માં (જહાંગીર બાદશાહના રાજ્યકાળમાં) આચાર્ય વિજયદેવસૂરિની આજ્ઞાથી ૩૧૯૬ શ્લોક-પરિમાણ એક ટીકા રચી છે.
૧. આ ગ્રંથ અનુપલબ્ધ છે. ૨. “કાવ્યકલ્પલતાપરિમલ'ની બે હસ્તલિખિત અપૂર્ણ પ્રતિઓ અમદાવાદના લાલભાઈ
દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. ૩. આની પ્રતો જેસલમેરના ભંડારમાં અને અમદાવાદસ્થિત હાજા પટેલની પોળના
ઉપાશ્રયમાં છે. આ ટીકા પ્રકાશિત થઈ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org