________________
૧૨)
લાક્ષણિક સાહિત્ય आचार्यभावदेवेन प्राच्यशास्त्रमहोदधेः ।।
आदाय साररत्नानि कृतोऽलंकारसंग्रहः ॥ આ નાનકડો પણ અત્યંત ઉપયોગી ગ્રંથ છે. તેમાં ૮ અધ્યાય અને ૧૩૧ શ્લોકો છે. ૮ અધ્યાયોના વિષય આ પ્રમાણે છે :
૧. કાવ્યનું ફળ, હેતુ અને સ્વરૂપનિરૂપણ, ૨. શબ્દાર્થસ્વરૂપનિરૂપણ, ૩. શબ્દાર્થદોષપ્રકટન, ૪. ગુણપ્રકાશન, ૫. શબ્દાલંકારનિર્ણય, ૬. અર્થાલંકાર પ્રકાશન, ૭. રીતિસ્વરૂપનિરૂપણ, ૮. ભાવાવિર્ભાવ.
તેમના અન્ય ગ્રંથો આ પ્રમાણે જણાય છે : ૧. પાર્શ્વનાથચરિત (વિ.સં. ૧૪૧૨), ૨. જઇટિણચરિયા (યતિદિનચર્યા), ૩. કાલિકાચાર્યકથા. અકબરસાહિશૃંગારદર્પણ: .
જૈનાચાર્ય ભટ્ટારક પામેરુના શિષ્યરત્ન પાસુંદરમણિએ “અકબરસાહિશૃંગારદર્પણ” નામના અલંકાર-ગ્રંથની રચના કરી છે. તેઓ નાગોરી તપાગચ્છના ભટ્ટારક યતિ હતા. તેમની પરંપરાના હર્ષકીર્તિસૂરિએ “ધાતુતરગિણી'માં તેમની યોગ્યતાનો પરિચય આ પ્રમાણે આપ્યો છે :
મોગલસમ્રાટ અકબરની વિદ્વત્સભામાં પદ્મસુંદરે કોઈ મહાપંડિતને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યો હતો. અકબરે પોતાની વિદ્વત્સભામાં તેમને સમ્માન્ય વિદ્વાનોમાં સ્થાન આપ્યું હતું. તેમને રેશમી વસ્ત્ર, પાલખી અને ગામ ભેટમાં આપ્યું હતું. તેઓ જોધપુરના રાજા માલદેવના સમ્માન્ય વિદ્વાન હતા.
અકબરસાહિશૃંગારદર્પણ' નામથી જ ખ્યાલ આવે છે કે આ ગ્રંથ બાદશાહ અકબરને લક્ષમાં રાખીને લખવામાં આવ્યો છે. ગ્રંથકારે રુદ્ર કવિની શ્રૃંગારતિલકની શૈલીનું અનુસરણ કરીને તેની રચના કરી છે, પરંતુ તેનું પ્રસ્તુતીકરણ મૌલિક છે. ઘણી જગ્યાએ તો આ ગ્રંથ સૌંદર્ય અને શૈલીમાં તેનાથી ચઢિયાતો છે. લક્ષણ અને ઉદાહરણ ગ્રંથકર્તાનાં સ્વનિર્મિત છે.
આ ગ્રંથ ચાર ઉલ્લાસોમાં વિભક્ત છે. કુલ મળીને તેમાં ૩૪૫ નાના-મોટા પડ્યો
१. साहेः संसदि पद्मसुन्दरगणिजित्वा महापण्डितं
क्षौम-ग्राम-सुखासनाद्यकबरश्रीसाहितो लब्धवान् । हिन्दूकाधिपमालदेवनृपतेर्मान्यो वदान्योऽधिकं । श्रीमद्योधपुरे सुरेप्सितवचाः पद्माह्वयं पाठकम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org