________________
અલંકાર
વક્રોક્તિપંચાશિકા :
રત્નાકરે ‘વક્રોક્તિપંચાશિકા' નામક ગ્રંથની રચના કરી છે. તેનો ઉલ્લેખ જૈન ગ્રંથાવલી, પૃ. ૩૧૨માં છે. તેમાં વક્રોક્તિનાં પચાસ ઉદાહરણ છે કે વક્રોક્તિ અલંકારવિષયક પચાસ પદ્યો છે, તે જાણી શકાયું નથી.
૧૨૩
રૂપકમંજરી :
ગોપાલના પુત્ર રૂપચંદ્રે ૧૦૦ શ્લોક-પરિમાણ એક કૃતિની રચના વિ.સં. ૧૬૪૪માં કરી છે. તેનો ઉલ્લેખ જૈન ગ્રંથાવલી, પૃ. ૩૧૨માં છે. જિનરત્નકોશમાં તેનો નિર્દેશ નથી, પરંતુ આ હકીકત તેમાં પૃ. ૩૩૨ પર ‘રૂપમંજરીનામમાલા’ માટે નિર્દિષ્ટ છે. ગ્રંથનું નામ જોતાં તેમાં રૂપક અલંકારના વિષયમાં નિરૂપણ હશે તેવું અનુમાન થાય છે. આ દૃષ્ટિએ આ ગ્રંથ અલંકાર-વિષયક માની શકાય.
રૂપકમાલા ઃ
‘રૂપકમાલા’ નામની ત્રણ કૃતિઓનો ઉલ્લેખ મળે છે.
૧. ઉપાધ્યાય પુણ્યનંદને ‘રૂપકમાલા’ની રચના કરી છે અને તેના પર સમયસુંદરગણિએ વિ.સં. ૧૬૬૩માં ‘વૃત્તિ’ની રચના કરી છે.
૨. પાર્શ્વચંદ્રસૂરિએ વિ.સં. ૧૫૮૬માં ‘રૂપકમાલા' નામક કૃતિની રચના કરી છે. ૩. કોઈ અજ્ઞાતનામા મુનિએ ‘રૂપકમાલા’ની રચના કરી છે. આ ત્રણે કૃતિઓ અલંકારવિષયક છે કે અન્યવિષયક તે શોધનીય છે. કાવ્યાદર્શ-વૃત્તિ ઃ
મહાકવિ દંડીએ લગભગ વિ.સં. ૭૦૦માં ‘કાવ્યાદર્શ’ ગ્રંથની રચના કરી છે. તેમાં ત્રણ પરિચ્છેદ છે. પ્રથમ પરિચ્છેદમાં કાવ્યની વ્યાખ્યા, પ્રકાર તથા વૈદર્ભી અને ગૌડી આ બે રીતિઓ, દસ ગુણ, અનુપ્રાસ અને કવિ બનવા માટે ત્રિવિધ યોગ્યતા આદિની ચર્ચા છે. બીજા પરિચ્છેદમાં ૩૫ અલંકારોનું નિરૂપણ છે. ત્રીજામાં યમકનું વિસ્તૃત નિરૂપણ, જુદા-જુદા પ્રકારના ચિત્રબંધો, સોળ પ્રકારની પ્રહેલિકાઓ અને દસ દોષોના વિષયમાં વિવરણ છે.
આ ‘કાવ્યાદર્શ’ પર ત્રિભુવનચંદ્ર અપરનામ વાદી સિંહસૂરિએ ટીકાની રચના
૧. આ વાદી સિંહસૂરિ કદાચ વિ.સં. ૧૩૨૪માં ‘પ્રશ્નશતક’ની રચના કરનારા કાસદ્રહ ગચ્છના નરચંદ્રસૂરિના ગુરુ હતા. જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૪૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org