________________
૧૨૪
કરી છે. તેની વિ.સં. ૧૭૫૮ની હસ્તલિખિત પ્રત બંગલા લિપિમાં છે.
કાવ્યાલંકાર-વૃત્તિ ઃ
મહાકવિ રુદ્રટે લગભગ વિ.સં. ૯૪૦માં ‘કાવ્યાલંકાર’ની ૧૬ અધ્યાયોમાં રચના કરી છે. કવિ ભામહ અને વામને પણ પોતાના અલંકારગ્રંથોના નામ ‘કાવ્યાલંકાર’ રાખ્યાં છે. રુદ્રટે અલંકારોના વર્ગીકરણ માટે સૈદ્ધાંતિક વ્યવસ્થા કરી છે. અલંકારોનું વર્ણન જ આ ગ્રંથોની વિશેષતા છે. ગ્રંથમાં આપવામાં આવેલા અનેક ઉદાહરણો તેમના પોતાનાં છે. અહીં નવ રસો ઉપરાંત દશમા ‘પ્રેયસ્’ નામક રસનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ત્રીજા અધ્યાયમાં યમકના વિષયમાં ૫૮ પદ્યો છે. પાંચમા અધ્યાયમાં ચિત્રબંધોનું વિવરણ છે.
લાક્ષણિક સાહિત્ય
આ ‘કાવ્યાલંકાર’ પર નમિસાધુએ વિ.સં. ૧૧૨૫માં વૃત્તિ, જેને ‘ટિપ્પણ’ કહે છે, તેની રચના કરી છે. આ મિસાધુ થારાપદ્રગચ્છીય શાલિભદ્રના શિષ્ય હતા. તેમણે પોતાના પૂર્વના કવિઓ અને આલંકારિકો તથા તેમના ગ્રંથોનાં નામોનો નિર્દેશ કર્યો છે.
નમિસાધુએ અપ્રભંશના ૧. ઉપનાગર, ૨. આભીર અને ૩. ગ્રામ્ય – આ ત્રણ ભેદો સંબંધિત માન્યતાઓના વિષયમાં ઉલ્લેખ કર્યો છે, જેનું રુદ્રટે નિરસન કરીને અપભ્રંશના અનેક પ્રકારો ગણાવ્યા છે. દેશ-પ્રદેશભેદ ને કારણે અપભ્રંશ ભાષા પણ તત્તત્ પ્રકારની હોય છે. તેમનાં લક્ષણો જે-તે દેશોના લોકો પાસેથી જાણી શકાય છે. મિસાધુએ ‘આવશ્યકચૈત્યવંદન-વૃત્તિ’ની રચના વિ.સં. ૧૧૨૨માં કરી છે. કાવ્યાલંકાર-નિબંધનવૃત્તિ ઃ
દિગંબર વિદ્વાન આશાધરે રુદ્રટના ‘કાવ્યાલંકાર' પર નિબંધન નામની વૃત્તિની રચના વિ.સં. ૧૨૯૬ની આસપાસમાં કરી છે.
કાવ્યપ્રકાશ-સંકેતવૃત્તિ :
મહાકવિ મમ્મટે લગભગ વિ. સં. ૧૧૧૦માં ‘કાવ્યપ્રકાશ’ નામના કાવ્યશાસ્ત્રના અતિ ઉપયોગી એવા ગ્રંથની રચના કરી છે. તેમાં ૧૦ ઉલ્લાસ છે અને ૧૪૩ કારિકાઓમાં સંપૂર્ણ કાવ્યશાસ્ત્રની લાક્ષણિક વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રંથ પર સ્વયં મમ્મટે વૃત્તિ રચી છે. તેમાં તેમણે અન્ય ગ્રંથકારોના ૬૨૦ પઘો
૧. રૌદ્રટસ્ય વ્યધાત્ ાવ્યાનંારસ્ય નિવન્ધનમ્ ॥ - સાગારધર્મામૃત, પ્રશસ્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org