________________
૧ ૨૨
લાક્ષણિક સાહિત્ય
રત્નમંડનગણિએ ઉપદેશતરંગિણી આદિ ગ્રંથોની પણ રચના કરી છે. મુગ્ધમેધાલંકાર-વૃત્તિઃ
મુગ્ધમેધાલંકાર' પર કોઈક વિદ્વાને ટીકા લખી છે." કાવ્યલક્ષણ :
અજ્ઞાતકર્તક “કાવ્યલક્ષણ' નામક ૨૫૦૦ શ્લોક-પરિમાણ એક કૃતિનો ઉલ્લેખ જૈન ગ્રંથાવલી પૃ. ૩૧૬ પર છે. કર્ણાલંકારમંજરીઃ
ત્રિમલ્લ નામક વિદ્વાને “કર્ણાલંકારમંજરી' નામના અલંકારગ્રંથની રચના કરી છે. તેનો ઉલ્લેખ જૈન ગ્રંથાવલી પૃ. ૩૧૫માં છે. પ્રક્રાન્તાલંકાર-વૃત્તિ: - જિનહર્ષના શિષ્ય “પ્રક્રાન્તાલંકાર-વૃત્તિ નામના ગ્રંથની રચના કરી છે. તેની હસ્તલિખિત તાડપત્રીય પ્રત પાટણના ભંડારમાં વિદ્યમાન છે. તેનો ઉલ્લેખ જિનરત્નકોશ, પૃ. ૨૫૭માં છે. અલંકાર-ચૂર્ણિઃ
“અલંકાર-ચૂર્ણિ' નામક ગ્રંથ કોઈ અજ્ઞાતનામા રચનાકારની રચના છે. તેનો ઉલ્લેખ જિનરત્નકોશ, પૃ. ૧૭માં છે. અલંકારચિંતામણી :
દિગંબર વિદ્વાન અજિતસેને “અલંકારચિંતામણિ” નામના ગ્રંથની રચના ૧૮મી શતાબ્દીમાં કરી છે. તેમાં પાંચ પરિચ્છેદ છે અને વિષય-વર્ણન આ પ્રમાણે
૧. કવિશિક્ષા, ૨, ચિત્ર(શબ્દ)-અલંકાર, ૩. યમકાદિવર્ણન, ૪. અર્થાલંકાર અને ૫. રસ આદિનું વર્ણન. અલંકારચિંતામણિ-વૃત્તિઃ
અલંકારચિંતામણિ પર કોઈ અજ્ઞાતનામી વિદ્વાને વૃત્તિની રચના કરી છે. તેનો ઉલ્લેખ જિનરત્નકોશ, પૃ. ૧૭માં છે.
૧. આની ૩ પત્રોની પ્રતિ પૂનાના ભાંડારકર ઓરિયંટલ ઇનસ્ટીટ્યૂટમાં છે. ૨. આ ગ્રંથ સોલાપુરથી પ્રકાશિત થઈ ગયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org