________________
અલંકાર
૧૧૯
મંત્રી મંડન શ્રીમાલવંશીય સોનગરા ગોત્રના હતા. તેઓ જાલોરના મૂળ નિવાસી હતા પરંતુ તેમની સાતમ-આઠમી પેઢીના પૂર્વજો માંડવગઢમાં આવીને વસ્યા હતા. તેમના વંશમાં મંત્રીપદ પણ પરંપરાગત ચાલ્યું આવતું હતું. મંડન પણ આલમ શાહ (હુશંગગોરી-વિ.સં. ૧૪૬૧-૧૪૮૮)ના મંત્રી હતા. આલમ શાહ વિદ્યાપ્રેમી હતો. આથી મંડન પર તેને અધિક સ્નેહ હતો. તેઓ વ્યાકરણ, અલંકાર, સંગીત અને સાહિત્યશાસ્ત્રમાં પ્રવીણ અને કવિ હતા.
તેમનો કાકાનો દીકરો ધનદ પણ ખૂબ વિદ્વાન હતો. તેણે ભર્તુહરિના સુભાષિતત્રિશતી'ની જેમ નીતિશતક, શૃંગારશતક અને વૈરાગ્યશતક-આ ત્રણે શતકોની રચના કરી હતી.
તેમના વંશમાં વિદ્યા પ્રત્યે જેવો અનુરાગ હતો તેવી જ ધર્મમાં ઉત્કટ શ્રદ્ધાભક્તિ હતી. તે બધા જૈનધર્માવલમ્બી હતા. આચાર્ય જિનભદ્રસૂરિના ઉપદેશથી મંત્રી મંડને પ્રચુર ધન વ્યય કરીને જૈન સિદ્ધાંત-ગ્રંથોનો સિદ્ધાંતકોશ લખાવ્યો હતો.
મંત્રી મંડન વિદ્વાન હોવા સાથે પનિક પણ હતા. તેઓ વિદ્વાનો પ્રત્યે અત્યન્ત સ્નેહ રાખતા હતા અને તેમનું ઉચિત સમ્માન કરી દાન આપતા હતા.
મહેશ્વર નામના વિદ્વાન કવિએ મંડન અને તેમના પૂર્વજોનું વિગતસભર વર્ણન કરતો “કાવ્યમનોહર' નામનો ગ્રંથ લખ્યો છે. તેમનાથી તેના જીવનની ઘણી બધી વાતો વિશે જાણી શકાય છે. મંડને પોતાના લગભગ બધા ગ્રંથોના અંતમાં મંડન શબ્દ જોડ્યો છે. મંડનના અન્ય ગ્રંથો આ છે :
૧. સારસ્વતમંડન, ૨. ઉપસર્ગમંડન, ૩. શૃંગારમંડન, ૪. કાવ્યમંડન, ૫. ચંપૂમંડન, ૬. કાદમ્બરીમંડન, ૭. સંગીતમંડન, ૮. ચંદ્રવિજય, ૯. કવિકલ્પદ્રુમસ્કન્ધ. કાવ્યાલંકાર સાર :
કાલિકાચાર્ય-સંતાનીય ખંડિલગચ્છીય આચાર્ય જિનદેવસૂરિના શિષ્ય આચાર્ય ભાવદેવસૂરિએ પંદરમી શતાબ્દીના પ્રારંભમાં “કાવ્યાલંકારસાર' નામના ગ્રંથની રચના કરી છે. આ પદ્યાત્મક કૃતિના પ્રથમ પદ્યમાં તેનો “કાવ્યાલંકારસારસંકલના', પ્રત્યેક અધ્યાયની પુષ્મિકામાં “અલંકારસાર' અને આઠમા અધ્યાયના અંતિમ પદ્યમાં “અલંકાર સંગ્રહ નામથી ઉલ્લેખ કર્યો છે :
૧. આ ગ્રંથ “અલંકારમહોદધિના અંતમાં ગાયકવાડ ઓરિયન્ટલ સિરીઝ, વડોદરાથી
પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org