________________
૧૧૮
લાક્ષણિક સાહિત્ય
અમૃતનંદીનો “અલંકારસંગ્રહ' નામનો એક ગ્રંથ છે. તેના પ્રથમ પરિચ્છેદમાં વર્ણગણવિચાર, બીજામાં શબ્દાર્થનિર્ણય, ત્રીજામાં રસનિર્ણય, ચોથામાં નેતૃભેદવિચાર, પંચમમાં અલંકાર-નિર્ણય, છઠ્ઠામાં દોષગુણાલંકાર, સાતમામાં સગ્ગનિરૂપણ, આઠમામાં વૃત્તિ(ત્તિ)નિરૂપણ અને નવમા પરિચ્છેદમાં કાવ્યાલંકાર નિરૂપણ છે."
આ તેમનો કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી. પ્રાચીન આલંકારિકોના ગ્રંથોને જોઈને મન્વ ભૂપતિની અનુમતિથી તેમણે આ સંગ્રહાત્મક ગ્રંથ બનાવ્યો. ગ્રંથકાર સ્વયં આ વાતનો સ્વીકાર કરતાં કહે છે કે :
संचित्यैकत्र कथय सौकर्याय सतामिति ।
मया तत्प्रार्थितेनेत्थममृतानन्दयोगिना ॥८॥ મન્વ ભૂપતિના પિતા, વંશ, ધર્મ તથા કાવ્યવિષયક જિજ્ઞાસા વિશે પણ ગ્રંથકારે થોડો પરિચય આપ્યો છે. મન્વ ભૂપતિનો સમય સન્ ૧૨૯૯ (વિ.સં. ૧૩૫૫)ની આસપાસનો માનવામાં આવે છે. અલંકારમંડનઃ
માળવા-માંડવગઢના સુલતાન આલમ શાહના મંત્રી મંડને વિવિધ વિષયો પર અનેક ગ્રંથો લખ્યા છે. તેમાં અલંકાર-સાહિત્ય વિષયનો “અલંકારમંડન' પણ છે. તેનો રચના સમય વિ. ૧૫મી શતાબ્દી છે. તેમાં પાંચ પરિચ્છેદ છે. પ્રથમ પરિચ્છેદમાં કાવ્યનાં લક્ષણો, તેના પ્રકાર અને રીતિઓનું નિરૂપણ છે. દ્વિતીય પરિચ્છેદમાં દોષોનું વર્ણન છે. ત્રીજા પરિચ્છેદમાં ગુણોનું સ્વરૂપદર્શન છે. ચોથા પરિચ્છેદમાં રસોનું નિદર્શન છે. પાંચમા પરિચ્છેદમાં અલંકારોનું વિવરણ છે.
૧. વશુદ્ધિ વ્યવૃત્તિ રસાત્ માવાનસ્તરમ્
नेतृभेदानलङ्कारान् दोषानपि च तद्गुणान् ॥६॥ नाट्यधर्मान् रूपकोपरूपकाणां भिदा लप्सि (?) ।
चाटुप्रबन्धभेदांश्च विकीर्णास्तत्र तत्र तु ॥७|| ૨. ૩૬મનાં પુર્વમુરતામ્ (?) |
भक्तिभूमिपतिः शास्ति जिनपादाब्जषट्पदः ।।३।। तस्य पुत्रस्त्यागमहासमुद्रबिरुदाङ्कितः । सोमसूर्यकुलोत्तंसमहितो मन्वभूपतिः ॥४॥ स कदाचित् सभामध्ये काव्यालापकथान्तरें । अपृच्छदमृतानन्दमादरेण कवीश्वरम् ।।५।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org