________________
૧૦૮
૮. વાગ્ભટાલંકાર-વૃત્તિ ઃ
આચાર્ય વર્ધમાનસૂરિએ ‘વાગ્ભટાલંકાર’ પર વૃત્તિની રચના કરી છે, તેવો જૈન
ગ્રંથાવલીમાં ઉલ્લેખ છે.
૯. વાગ્ભટાલંકાર-વૃત્તિ ઃ
મુનિ કુમુદચંદ્રે ‘વાગ્ભટાલંકાર' પર વૃત્તિની રચના કરી છે.
લાક્ષણિક સાહિત્ય
૧૦. વાગ્ભટાલંકાર-વૃત્તિઃ
મુનિ સાધુકીર્તિએ ‘વાગ્ભટાલંકાર’ પર વિ.સં. ૧૬૨૦-૨૧માં વૃત્તિની રચના કરી છે.૧
૧૧. વાગ્ભટાલંકાર-વૃત્તિ ઃ
‘વાગ્ભટાલંકાર’ ૫૨ કોઈ અજ્ઞાતનામા મુનિએ વૃત્તિની રચના કરી છે. ૧૨. વાગ્ભટાલંકાર-વૃત્તિ ઃ
દિગંબર વિદ્વાન વાદિરાજે ‘વાગ્ભટાલંકાર' પર ટીકાની રચના વિ.સં. ૧૭૨૯ની દીપમાલિકાના દિવસે ગુરુવારે ચિત્રા નક્ષત્રમાં વૃશ્ચિક લગ્ન સમયે પૂર્ણ કરી.
વાદિરાજ ખંડેલવાલવંશીય શ્રેષ્ઠી પોમરાજ (પદ્મરાજ)ના પુત્ર હતા. તેઓ પોતાને પોતાના સમયના ધનંજય, આશાધર અને વાગ્ભટના પદધારક એટલે કે તેમના જેવા વિદ્વાન જણાવે છે. તેઓ તક્ષકનગરીના રાજા ભીમના પુત્ર રાજસિંહ રાજાના મંત્રી હતા.
૧૩-૧૫. વાગ્ભટાલંકાર-વૃત્તિ ઃ
પ્રમોદમાણિક્યગણિએ પણ ‘વાગ્ભટાલંકાર’ પર વૃત્તિની રચના કરી છે.
જૈનેતર વિદ્વાનોમાં અનંતભદ્રના પુત્ર ગણેશ તથા કૃષ્ણવર્માએ ‘વાગ્ભટાલંકાર’ પર ટીકાઓ લખી છે.
કવિશિક્ષા :
વાદી દેવસૂરિના શિષ્ય આચાર્ય જયમંગલસૂરિએ ‘કવિશિક્ષા’ નામના ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ ૩૦૦ શ્લોક-પરિમાણ ગદ્યમાં લખાયેલો છે. તેમાં અલંકારના વિષયમાં અતિ સંક્ષેપમાં નિર્દેશ કરતા અનેક તથ્યપૂર્ણ વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
૧. જુઓ - જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૫૮૧-૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org