________________
અલંકાર
૧૦૯ આ કૃતિમાં ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહના પ્રશંસાત્મક પદ્યો દષ્ટાન્તરૂપે આપવામાં આવ્યા છે. આ કૃતિ વિક્રમની ૧૩મી શતાબ્દીમાં રચાયેલી છે.'
આચાર્ય જયમંગલસૂરિએ મારવાડમાં સ્થિત સુંધાની પહાડીના સંસ્કૃત શિલાલેખની રચના કરી છે. તેમની અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષાની રચનાઓ પ્રાપ્ત થાય છે. અલંકારમહોદધિઃ - “અલંકારમહોદધિ' નામક અલંકારવિષયક ગ્રંથ હર્ષપુરીય ગચ્છના આચાર્ય નરચંદ્રસૂરિના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિએ મહામાત્ય વસ્તુપાલની વિનંતીથી વિ.સં. ૧૨૮૦માં રચ્યો.
આ ગ્રંથ આઠ તરંગોમાં વિભક્ત છે. મૂળ ગ્રંથના ૩૦૪ પદ્ય છે. પ્રથમ તરંગમાં કાવ્યનું પ્રયોજન અને તેના ભેદોનું વર્ણન, બીજામાં શબ્દવૈચિત્ર્યનું નિરૂપણ, ત્રીજામાં ધ્વનિનો નિર્ણય, ચતુર્થમાં ગુણીભૂત વ્યંગ્યનો નિર્દેશ, પંચમમાં દોષોની ચર્ચા, છઠ્ઠામાં ગુણોનું વિવેચન, સાતમામાં શબ્દાલંકાર અને આઠમામાં અર્થાલંકારનું નિરૂપણ કર્યું છે. ગ્રંથ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. અલંકારમહોદધિ-વૃત્તિ
અલંકારમહોદધિ' ગ્રંથ પર આચાર્ય નરેન્દ્રપ્રભસૂરિએ સ્વોપજ્ઞ વૃત્તિની રચના વિ.સં. ૧૨૮૨માં કરી છે. આ વૃત્તિ ૪૫૦૦ શ્લોક-પ્રમાણ છે. તેમાં પ્રાચીન મહાકવિઓના ૯૮૨ ઉદાહરણરૂપ વિવિધ પદ્યો નાટક, કાવ્ય આદિ ગ્રંથોમાંથી ઉધૃત કરવામાં આવ્યા છે.
અમદાવાદના ડેલાના ભંડારની ૩૦ પત્રોની “અર્થાલંકાર-વર્ણન' નામની કૃતિ કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી પરંતુ આ “અલંકારમહોદધિ' ગ્રંથના આઠમા તરંગ અને તેની સ્વોપજ્ઞ ટીકાની નકલ જ છે.
૧. આ ગ્રંથની તાડપત્રીય પ્રત ખંભાતના શાંતિનાથ ભંડારમાં છે. તેની પ્રેસ કોપી મુનિરાજ
શ્રી પુણ્યવિજયજી પાસે છે. ૨. આ “અલંકારમહોદધિ ગ્રંથ ગાયકવાડ ઓરિયન્ટલ સિરીઝમાં છપાઈ ગયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org