________________
૯૨
લાક્ષણિક સાહિત્ય વાદિસિંહ'ની પદવીથી વિભૂષિત કર્યા હતા. તેઓ હજારો શાસ્ત્રોના સારને જાણનારા અસાધારણ વિદ્વાન હતા.' શબ્દસંદોહાસંગ્રહ :
જૈન ગ્રંથાવલી પૃ. ૩૧૩માં “શબ્દસંદોહસંગ્રહ' નામની કૃતિની ૪૭૯ પત્રોની તાડપત્રીય પ્રત હોવાનો ઉલ્લેખ છે. શબ્દરપ્રદીપઃ
શબ્દરત્નપ્રદીપ’ નામક કોશગ્રંથના કર્તાનું નામ જાણી શકાયું નથી, પરંતુ સુમતિગણિની વિ.સં. ૧૨૯૫માં રચાયેલી “ગણધરસાર્ધશતકવૃત્તિમાં આ ગ્રંથનો નામોલ્લેખ વારંવાર આવે છે. કલ્યાણમલ્લ નામના કોઈ વિદ્વાને પણ શબ્દરત્નપ્રદીપ' નામના ગ્રંથની રચના કરી છે. જો ઉક્ત ગ્રંથ એ જ હોય તો આ ગ્રંથ જૈનેતરકૃત હોવાથી અહીં ગણાવી શકાય નહીં. વિશ્વલોચનકોશ:
દિગંબર મુનિ ધરસેને “વિશ્વલોચનકોશ' અપરનામ “મુક્તાવલીકોશ'ની સંસ્કૃતમાં રચના કરી છે. આ અનેકાર્થકકોશમાં કુલ ૨૪૫૩ પદ્યો છે. તેના રચનાક્રમમાં સ્વર અને કકાર આદિ વર્ણોના ક્રમથી શબ્દના આદિનો નિર્ણય કરવામાં આવ્યો છે અને દ્વિતીય વર્ણમાં પણ કકારાદિનો ક્રમ રાખવામાં આવ્યો છે. તેમાં શબ્દોને કાન્તથી લઈને હાન્ત સુધીના ૩૩ વર્ગો, ક્ષાન્ત વર્ગ અને અવ્યયવર્ગ – આ પ્રમાણે કુલ મળીને ૩પ વર્ગોમાં વિભક્ત કરવામાં આવ્યા છે. | મુનિ ધરસેન સેન-વંશમાં થઈ જનારા કવિ, આન્ધીક્ષિકી વિદ્યામાં નિષ્ણાત અને વાદી મુનિસેનના શિષ્ય હતા. તેઓ સમસ્ત શાસ્ત્રોના પારગામી, રાજાઓના વિશ્વાસપાત્ર અને કાવ્યશાસ્ત્રના મર્મજ્ઞ હતા. આ અનેકાર્થકોશ વિવિધ કવીશ્વરોના કોશોને જોઈને રચવામાં આવ્યો છે, તેમ તેની પ્રશસ્તિમાં કહેવામાં આવ્યું છે.
આ ધરસેનના સમય બાબતે કોઈ પ્રમાણ મળતું નથી. આ કોશ ચૌદમી શતાબ્દીમાં રચવામાં આવ્યો હોય એવું અનુમાન કરી શકાય.
१. खरतरगणपाथोराशिवृद्धौ मृगाङ्का यवनपतिसभायां ख्यापितार्हन्मताज्ञाः ।
प्रहतकुमतिदर्पाः पाठकाः साधुकीर्तिप्रवरसदभिधाना वादिसिंहा जयन्तु ॥
તેષાં શાસ્ત્રસદસરવિકુષાં...... – ઉક્તિરત્નાકર-પ્રશસ્તિ. ૨. આ ગ્રંથ “ગાંધી નાથા રંગજી જૈન ગ્રંથમાલામાં સન્ ૧૯૧૨માં છપાઈ ચૂક્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org